ગ્રેટર નોઈડા,તા.૩૧
ગ્રેટર નોઇડામાં એક ગ્રાહકે એમેઝોન પરથી મોબાઇલ ફોન ઓર્ડર કરતા તેને પેકેજમાં સાબુ સાબુ મળી આવતા તેના હોંશ ઉડી ગયા હતા. એમેઝોન ઇન્ડિયાના હેડની સાથે ત્રણ લોકો વિરુદ્ધ આ અંગે કેસ દાખલ કરાયો છે. ગ્રાહકે ફરિયાદ કરી છે કે, તેણે ઇ-કોમર્સ કંપની પરથી મોબાઇલ ફોન મંગાવ્યો હતો, જ્યારે તેને પાર્સલ મળ્યું તો તેમાં મોબાઇલ ફોનની જગ્યાએ સાબૂ મળી આવ્યો હતો. આ કેસ ગ્રેટર નોઇડાના બિસરખ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો છે. જાકે કંપનીએ જણાવ્યું કે, છેતરપિંડીની આવી ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને ઘટનાની તપાસમાં તેઓ પોલીસને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.
બિસખ સર્કલ ઓફિસર નિશંક શર્માએ જણાવ્યું કે, બિસરખ પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરાયો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણે એમેઝોન મારફતે મોબાઇલ ફોન ઓર્ડર કર્યો હતું. તેને ૨૭ ઓક્ટોબરે તેને ડિલીવરી તો તેને પાર્સલ ખોલ્યું ત્યારે કંપની પોલ ખુલી ગઇ હતી તેમાં મોબાઇલ ફોનની જગ્યાએ સાબુ હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદના આધારે એમેઝોનના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, લોજિસ્ટિક ફર્મ દર્શિતા લિમિટેડના ડાયરેક્ટર પ્રદીપ કુમાર અને રવીશ અગ્રવાલ અને ડિલીવરી બોય અનિલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. પોલીસે જણાવયું હતું કે, તેમણે આઇપીસની કલમ ૪૨૦, ૪૦૬ અને ૧૨૦બી હેઠળ કેસ દાખલ કર્યો છે. એમેઝોને પણ ઘટનાની પુષ્ટી કરી છે અને તેમણે ફરિયાદીના નાણાં પરત કરવાની કાર્યાવાહી શરૂ કરી દીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



