હું લોકોને ફિટનેસ માટે જાગૃત કરીશઃ જેક્લીન ફરનાન્ડિસ

0
14

મુંબઈ,તા.૩૧
એ લિસ્ટની ગણાતી અને શ્રીલંકન બ્યૂટી તરીકે પંકાયેલી અભિનેત્રી જેક્લીન ફરનાન્ડીસે કહ્યું હતું કે મારે લોકોને ફિટનેસ જાગ્રત બનાવવા છે.
‘જીવનના કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પહેલાં આરોગ્ય સારું હોવું જરૃરી છે. કામ કરવા માટે ફિટનેસ આવશ્યક છે. ફિટ વ્યકિતજ કોઇ પણ કામ સહેલાઇથી કરી શકે છે. એ માટે ફિટનેસ જાળવવી જરૃરી છે. ફિટનેસ સાથે પોષક આહાર પણ આવી જાય છે. ફાસ્ટ ફૂડ કે જંક ફૂડનો ચટાકો સ્વાદપ્રિય લોકોને આકર્ષે છે પરંતુ એ આરોગ્ય માટે હાનિકારક છે એ વાત મારે મારા ફેન્સને સમજાવવી છે’ એવું જેક્લીને કહ્યું હતું.
એણે કહ્યુંકે ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ પર્સન્સનો સમાજના મોટા ભાગના લોકો પર ખાસ્સો પ્રભાવ હોય છે. ખાસ કરીને બાળકો ફિલ્મ સ્ટાર્સને અનુસરવા તત્પર હોય છે. એ હકીકત ધ્યાનમાં રાખીને મારી ઇચ્છા એવી છે કે મારા ફેન્સ અને અન્યોને ફિટનેસ તરફ આકર્ષવાનો કોઇ કીમિયો અમલમાં મૂકું.’કેટલીક વાર મને જિમમાં જવાનો કંટાળો આવતો હોય છે. કેટલીક વાર અચાનક મારા ધ્યાનમાં આવે છે કે મારું વજન વધી ગયું છે. તરત હું મારી જાતને કહું છું કે હજ્જારો ટીનેજર્સ તને આદર્શ સમજે છે. એમના મન પર પ્રતિકૂળ અસર ન થાય એટલા ખાતર પણ તારે ફિટનેસ જાળવી રાખવી જાઇએ’ એમ જેક્લીને ઉમેર્યું હતું. તેણે કહ્યું કે ફેશનેબલ દેખાવા કરતાં ફિટ દેખાવું વધુ જરૃરી છે. ફિટ વ્યકિત આપોઆપ આકર્ષક દેખાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY