મુકેશ અંબાણીના બાળકોની પોકેટમની સાંભળીને તમે પણ ચોંકી જશો

0
249

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ શનિવારે ગોવામાં સગાઈ કરી હતી. આ સગાઈના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. વર્ષના અંત સુધીમાં આકાશ અને શ્લોકાના લગ્ન થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે અને લગ્ન મુંબઈમાં જ હશે. જણાવી દઈએ કે શ્લોકા ડાયમંડના બિઝનેસમેન રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. જ્યારે આકાશ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણીનો સૌથી મોટો પુત્ર છે.

મુકેશ અંબાણી હંમેશાં રોયલ લાઈફ અને બિઝનેસને લઈને ચર્ચામાં રહે છે. નીતા અંબાણી પણ IPL અને સામાજીક કામના કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. પરંતુ તેના બાળકો હંમેશાં લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના બાળકો(અનંત, ઈશા અને આકાશ)ને અભ્યાસ દરમિયાન કેટલી પોકેટમેની આપવામાં આવતી હતી? આ અંગે ખુદ નીતા અંબાણીએ જણાવ્યું હતું.

એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા નીતા અંબાણીએ પોતાના બાળકોની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મારા બાળકો જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે દર શુક્રવારે હું પોકેટમની રૂપે તેમને પાંચ રૂપિયા આપતી હતી. જેમાંથી તેઓ શાળાની કેન્ટીનમાં ખાતા હતા. એક સમયની વાત છે જ્યારે મારો પુત્ર અનંત દોડીને મારી પાસે આવ્યો અને મને કહ્યું કે તેને 10 રૂપિયા જોઈએ છે. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે મારા શાળાના મિત્રો મારી મજાક ઉડાવે છે કે તું માત્ર 5 રૂપિયા લાવે છે. તું અંબાણી છે કે ભિખારી.

આ સાંભળીને મને થોડું પણ ખરાબ લાગ્યું ન હતું કારણ કે મુકેશ અંબાણીને પૈસા બચાવવાનો વારસો પોતાના પિતા પાસેથી મળ્યો છે. જેનાથી તેઓ સફળ પણ થયા અને તેમનું માનવું છે કે આ વારસો તેમના બાળકોમાં પણ આવે. આથી નીતા અંબાણીએ પોતાના બાળકોને ઓછા પૈસામાં કેવી રીતે જીવન જીવાય તે પણ શીખવાડ્યું છે.

આ અંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે, મેં ક્યારેય મારા બાળકોને તેઓ અમીર છે તેવો અહેસાસ કરાવ્યો જ નથી. તેમનો સામાન્ય બાળકની જેમ જ ઉછેર કર્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY