12 કરોડના બીટકોઈન ગુમાવનાર શૈલેષ ભટ્ટ પાસે હજી હુકમનો એક્કો છે?

0
741

સુરતના બિલ્ડર  શૈલેષ ભટ્ટને બીટકોઈનમાં રોકાણ કરવાની કિંમત 17 કરોડમાં ચુકવવી પડી છે. પાંચ કરોડ રૂપિયા સીબીઆઈ લઈ ગઈ અને 12 કરોડના બીટકોઈન અમરેલી પોલીસ લઈ ગઈ. હવે આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. આ ઘટનામાં રોજ નાટકીય વળાંક આવી રહ્યા છે. સોમવારના રોજ આખા કેસના માસ્ટર માઈન્ડ કિરીટ પાલડીયાને શૈલેષ ભટ્ટની સામે બેસાડી સીઆઈડી ક્રાઈમે પુછપરછ કરી હતી. જો કે સોમવારના રોજ પાલડીયાએ સીઆઈડીને આખો દિવસ મુર્ખ બનાવવાન પ્રયત્ન કર્યો, જે એકાઉન્ટમાં બીટકોઈનું ટ્રાન્ઝેકશન થયું છે, તે ફોન લીધા વગર તે આવ્યો અને તેના પાસેના જે ફોનમાં બીટકોઈન પડયા હતા તેનો પાસવર્ડ તે ભુલી ગયો છે તેવુ બહાનું તેણે કર્યુ હતું.

મંગળવારના રોજ એટલે આજ સવારથી ફરી સીઆઈડી ક્રાઈમ પાલડીયા અને ભટ્ટની ફરી પુછપરછ કરશે. સીઆઈડી દ્વારા સુરતથી પાલડીયાનો બીજો ફોન મંગાવવામાં આવ્યો છે જેમાંથી ટ્રાન્ઝેકશન થયુ છે. હવે શૈલેષ ભટ્ટે સાબિત કરવાનું છે કે પાલડીયા પાસે રહેલા તેમની માલિકીના બીટકોઈન તેણે અમરેલી પોલીસ સાથે મળી ગાયબ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો પાલડીયા પોતાનું મોંઢુ ખોલે  તો અમરેલીના ડીએસપી જગદીશ પટેલ અને ઈન્સપેકટર અનંત પટેલની મુશ્કેલી વધી શકે તેમ છે, જેના કારણે પાલડીયાને હાલમાં અમરેલી પોલીસ પોતાની પાસે રાખી રહી છે. સોમવારના રોજ પણ અમરેલીના પોલીસવાળા સાથે તે ડીજીપી ઓફિસ આવ્યો હતો અને અમરેલી પોલીસ તેને ડીજીપી ઓફિસના બીજા રસ્તે જયાં મીડિયાવાળા ન હતા ત્યાંથી સીઆઈડીમાં લઈ ગઈ હતી.

શૈલેષ ભટ્ટ સંભવતા- આજે પોતાના એક સાયબર એકસપર્ટ સાથે સીઆઈડી ક્રાઈમમાં આવે તેવી સંભાવના છે કારણ કે પાલડીયા આજે પણ પોતે પાસવર્ડ ભુલી ગયો છે તેવુ નાટક કરશે. ભટ્ટનો એવો પણ દાવો કે બ્લોક ચેઈનમાં બીટકોઈનું કોઈ પણ ટ્રાન્ઝેકશન થાય એટલે તેને એક મેઈલ પણ જનરેટ થાય તેમાં તમામ સ્ટેટમેન્ટ બ્લોક ચેઈન દ્વારા મોકલવામાં આવે છે કિરીટ પાલડીયાનું મેઈલ એડ્રેસ kirit.paladiya8441@gmail.com છે, જો સીઆઈડી આ મેઈલ એકાઉન્ટ ખોલાવે તો પણ તા. 11 ફેબ્રુઆરીના રોજ થયેલા ટ્રાન્ઝેકશન સીઆઈડીને મળી શકે તેમ છે.

હાલના તબ્બકે જયાં સુધી બીટકોઈનનું ટ્રાન્જેકશન સાબિત થાય નહીં ત્યાં સુધી કિરીટ પાલડીયા જ સાચો છે તેવુ સીઆઈડી માની રહી છે, પણ શૈલેષ ભટ્ટનો દાવો છે કે તેની પાસે એક માસ્ટર કાર્ડ છે. સુત્રોની જાણકારી પ્રમાણે અમરેલીના ડીએસપી જગદીશ પટેલ અને ઈન્સપેકટર અનંત પટેલ અલગ અલગ રીતે મધ્યસ્થીઓ મારફતે શૈલેષ ભટ્ટ સાથે પાછલા બારણે સમાધાન કરવા માટે આવ્યા હતા, જેમાં આ બંન્ને અધિકારીઓએ 12 કરોડના બીટકોઈન લીધા હોવાની કબુલાત કરી બીટકોઈન પાછા આપવાની અથવા આટલી રોકડ રકમ આપવાની પણ તૈયારી બતાડી હતી.

શૈલેષ ભટ્ટ દ્વારા જગદીશ પટેલ અને અનંત પટેલ સાથે આ મિટીગનું ઓડીયો-વીડીયો રેકોર્ડીંગ કરેલુ છે. જે આખરી પત્તા તરીકે સંબંધિત પોલીસ અધિકારી સામે રજુ કરશે તેવું જણાવા મળ્યુ છે. જો ખરેખર બીટકોઈન પડાવી લેવાની કોઈ ઘટના જ થઈ નથી તો શા માટે જગદીશ પટેલ અને અનંત પટેલ શૈલેષ ભટ્ટ સાથે સમાધાન કરી લેવા ઉતાવળા થયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY