કચ્છ એક્સપ્રેસમાં ફરીવાર પાસ હોલ્ડરો અને પેસેન્જરો વચ્ચે ઘર્ષણ

0
83

કચ્છ એક્સપ્રેસમાં વલસાડ-વાપીના રોજીંદા મુસાફરો સાથે ઘર્ષણના બનાવો અગાઉ ઘણી વખત બન્યા છે. તા.૨ એપ્રિલને સોમવારે આવો વધુ એક બનાવ વલસાડમાં ફરીથી બન્યો છે. જેમાં મુસાફરોએ પાસ હોલ્ડરોને હડધૂત કરતાં મામલો બિચક્યો હતો અને ચેઇન પુલીંગ થયું હતુ. જેને લઇ બંને વચ્ચે ઘર્ષણ થયું અને ટ્રેન ૨ કલાક સુધી મોડી પડી હતી. આ ઘટનાના પગલે રેલવે, સિટી અને રૃરલ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો અને મામલો થાળે પાડયો હતો. કચ્છ એક્સપ્રેસમાં હંમેશની જેમ સોમવારે પણ સુરતથી ઘર્ષણ ચાલી રહ્યું હતુ. જેનાથી રોષે ભરાયેલા મુસાફરો વલસાડથી ચઢેલા પાસ હોલ્ડરો સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. વલસાડમાં પાસ હોલ્ડરો ચઢ્યા બાદ ટ્રેન ઉપડી અને વશીયર પહોંચી જ હશે એટલે ચેઇન પુલીંગ શરૃ થઇ ગયું હતું. કચ્છ એક્સપ્રેસના કોચ નં. એસ ૨ અને એસ ૬માં પહેલા ઘર્ષણ થયું હતું. જેના પગલે ચેઇન પુલીંગ શરૃ થયું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, સિટી અને રૃરલ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ આવતાં જ ટ્રેનની મહિલાઓ કોચની બહાર ઉતરી આવી હતી. અને પોલીસ સામે ઉગ્ર રજૂઆત કરવા લાગી હતી. આ ઘટના બાદ પોલીસે બંને પક્ષકારોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘણા ખરા પાસ હોલ્ડરોને ટ્રેનમાંથી ઉતારી પાછળ આવતી લોકલ ટ્રેનમાં બેસાડી રવાના કર્યા હતા. હેરાન થયા સુરતમાં અને લડયા વલસાડમાં કચ્છ એક્સપ્રેસના મુસાફરોને સુરતની આજુબાજુના સ્ટેશનો પર ભારે હેરાનગતિ થતી હોય છે. ત્યાંના માથાભારે મુસાફરો સામે નહીં લડી શકનારા રિઝર્વેશન કોચના મુસાફરો વલસાડના શાંત પાસ હોલ્ડરો પર ધાક જમાવાનો પ્રયાસ કરતા હોય છે અને હંમેશા ઘર્ષણ વલસાડ નજીક જ થતું હોય છે. ક્યારેય પણ તેઓ સુરતમાં કંઇ પણ બોલી શકતા નથી. વાપી-વલસાડના સળગતા મુદ્દે સાંસદ નિષ્ક્રિય વલસાડ-વાપીના રોજીંદા અપડાઉન કરનારાઓ માટે અલાયદી ટ્રેનની સુવિધા માટે વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલની નિષ્ક્રિયતા છતી થઇ રહી છે. તેમના દ્વારા આ મુદ્દે ક્યારેય પણ ધારદાર રજૂઆત કરી નથી. કેન્દ્ર સરકારના રેલવે વિભાગમાં સાંસદના ચણા પણ આવતા ન હોવાની ચર્ચા પાસ હોલ્ડરોમાં ચાલી હતી. વલસાડ બાદ વાપીમાં ફરી હોબાળો : ૨૦ મિનિટ ટ્રેન થોભી વાપી,સોમવાર અમદાવાદથી મુંબઈ જતી કચ્છ એકસપ્રેસ ટ્રેનના ડબ્બામાં આજે મુસાફરો અને પાસ હોલ્ડરો વચ્ચે થયેલી બબાલને કારણે વલસાડમાં ભારે હોબાળો મચી ગયો હતો. વલસાડથી ટ્રેન વાપી રેલવે સ્ટેેશને પહોંચ્યા બાદ ફરીથી પાસ હોલ્ડરો અને મુસાફરો વચ્ચે ભારે રકઝક થતાં જીઆરપી અને રેલવે પોલીસ દોડી ગઈ હતી. વાપી સ્ટેશને પણ ધાંધલ-ધમાલ મચી ગઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મહિલાના કપડા ફાડી નાંખ્યાનો આક્ષેપ કર્યો હતો. હોબાળાને કારણે કચ્છ એકસપ્રેસ ટ્રેન વાપી સ્ટેશને ૧૫થી ૨૦ મિનિટ સુધી ઉભી રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY