પીસી એન્‍ડ પીએનડીટી એકટનો મુળભુત ઉદેશ બેટી બચાવો અભિયાનને પ્રાધાન્‍ય આપવાનો છે : જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.ડી.સી.જાગાણી

0
38

જિલ્‍લામાં નવ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન ભારત યોજનાનો લાભ મળશે નડિયાદ ખાતે ગાયનેકોલોજીસ્‍ટ ડોકટરોને પીસી એન્‍ડ પીએનડીટી એકટ અંગે માર્ગદર્શન અપાયું

નડિયાદઃખેડા જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા જિલ્‍લામાં ગાયનેકોલોજીસ્‍ટ ડોકટરોના સાથે પીસી એન્‍ડ પીએનડીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં પીસી એન્‍ડ પીએનડીટી એકટ અંગે ગાયનેકોલોજીસ્‍ટ ડોકટરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.જાગાણીએ ૦ થી ૬ વર્ષની વયના જન્‍મ પ્રમાણમાં દિકરા-દિકરીઓ અંગે દેશ-ગુજરાત અને ખેડા જિલ્‍લા કક્ષાની માહિતી આપી હતી.

ર્ડો.રજનીભાઇ કોન્‍ટ્રાકટર દ્વારા એકટ હેઠળ રજીસ્‍ટ્રેશન માટે અરજી કેવી રીતે કરવી, મશીનની ખરીદી-વેચાણ-સ્‍ટાફ, ડીસ્‍પ્‍લે બોર્ડ, ડ્રેસ કોડ, ફોર્મ-એ થી લઇ ફોર્મ-ડી ભરવાની માહિતી, રેકર્ડ સાચવવાની પધ્‍ધતિ, કેસની જાળવણી, બિન ઉપયોગી મશીનનો નિકાલ, પોર્ટેબલ મશીન, રીન્‍યુઅલ અરજી, ફિ ભરવાની વિગત અને સમય મર્યાદા, રીપોર્ટ મોકલવાની પધ્‍ધતિ અને તારીખો, ચેકીંગ દરમ્‍યાન ધ્‍યાનમાં રાખવાની વિગતો, જિલ્‍લામાં કેટલી જગ્‍યાએ તબિબો પ્રેકટીસ કરી શકે, ફોર્મ-એફ, વોલીયન્‍ટરી સીલ, સેકસ સેપરેશન એન્‍ડ સીલેકશન જેવા અનેક મહત્‍વના મુદ્દાઓની સવિસ્‍તર માહિતી આપવામાં આપી હતી.

જિલ્‍લાના ગાયનેકોલોજીસ્‍ટોએ પણ તેઓને પડતી મૂશ્‍કેલીઓની રજૂઆતો કરી હતી, જેના અંગે જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.જાગાણી તથા ર્ડો.રજનીભાઇ કોન્‍ટ્રાકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

સરકારી વકિલ ઉમેશભાઇ ઢગટે આ એક સંવેદનશીલ, સમાજલક્ષી અને દેશસેવાનું કાર્ય હોઇ તબીબોએ ફકત અને ફકત વ્‍યવસાયલક્ષી કામ ના કરતા તેમા માનવીય સંવેદના સાથે કામ કરી બેટી બચાવો અભિયાનમાં સહભાગી થવા જણાવ્‍યું હતું. તેમણે કાયદા અન્‍વયે રાખવાની સાવચેતીઓ, કાયદા અન્‍વયે થતી સજાની વિગતવાર માહિતી આપી હતી.

આરોગ્‍ય વિભાગના ર્ડા.ત્રિવેદીએ આયુષ્‍યમાન ભારત યોજનાની વિસ્‍તૃત માહિતી આપી હતી અને જિલ્‍લાની અંદાજીત ૨૨ લાખની વસ્‍તિ પૈકી નવ લાખ જેટલી વ્‍યકિતઓને આ યોજનાનો લાભ આપી તેનો મહત્‍તમ ફાયદો લોકો સુધી પહોંચાડવા આ સેવાયજ્ઞમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્‍લા આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને કમિટી સભ્‍યો, અગ્રણી ર્ડો.જૈનાબેન શાહ, ર્ડા.અરવિંદભાઇ વ્‍યાસ તથા જિલ્‍લાના ગાયનેકોલોજીસ્‍ટોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY