વાહન અકસ્‍માતના પ્રથમ ૪૮ કલાક દરમિયાન રૂા.૫૦ હજારની મર્યાદામાં મફત સારવાર

0
12

ખેડા જિલ્‍લાની તમામ ખાનગી હોસ્‍પિટલોને યોજનામાં જોડાવા સિવીલ સર્જનનો અનુરોધ 

નડિયાદઃગુજરાત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજયના કોઇપણ વિસ્‍તારમાં થયેલા કોઇપણ વાહન અકસ્‍માતમાં ઇજા પામેલા વ્‍યકિતને તેની નાંણાકીય સ્‍થિતિ, રાજય અને રાષ્‍ટ્રીયતાને ધ્‍યાનમાં લીધા વગર રાજયની તમામ સરસકારી, ટ્રસ્‍ટ તથા ખાનગી હોસ્‍પિટલો દ્વારા તાત્‍કાલીક આરોગ્‍ય સુરક્ષા પ્રદાન થઇ શકે તે માટે અકસ્‍માતના પ્રથમ ૪૮ કલાક દરમ્‍યાન રૂા. ૫૦,૦૦૦/-ની મર્યાદામાં મફતમાં સારવાર મળી રહે તે માટે રાજય સરકારે વાહન અકસ્‍માત સારવાર સહાય યોજના તા.૧૮/૦૫/૨૦૧૮થી અમલ મુકી છે.

ખેડા જિલ્‍લાની તમામ સરકારી/અર્ધસરકારી/ખાનગી હોસ્‍પીટલોને સરકારના ઠરાવને આધીન કોઇપણ વાહન અકસ્‍માતના કિસ્‍સામાં ઇજા પામેલ વ્‍યકિતને તેની નાણાંકીય સ્‍થિતિ, રાજય અને રાષ્‍ટ્રીયતાને ધ્‍યાનમાં લીધા વગર પ્રથમ ૪૮ કલાકમાં રૂા.૫૦,૦૦૦/-ની મર્યાદામાં મફત સારવાર કરવાની રહે છે. પ્રથમ ૪૮ કલાકમાં કરવામાં વાહન અકસ્‍માતના કિસ્‍સામાં દર્દીને આપવામાં આવેલ સારવારનો ખર્ચ સરકારના નિયત કરેલ પેકેજ અનુસાર જનરલ હોસ્‍પીટલ, નડિયાદથી મળવાપાત્ર રહે છે. આમ છતા પ્રાપ્‍ત માહિતી મુજબ ખેડા જિલ્‍લાની ઘણી ખાનગી હોસ્‍પીટલો સરકારની અતિ મહત્વાકાંક્ષી, પ્રજાલક્ષી આરોગ્‍ય સેવાઓમાં આજ દિન સુધી જોડાયેલ ન હોઇ, સરકારની ઉમદા યોજનાનો હાર્દ પરિપૂર્ણ થતો નથી. જેથી તમામ ખાનગી હોસ્‍પીટલોને વિના વિલંબે આ યોજનામાં જોડાવા તેમજ યોજનાને સફળ બનાવવા યોગદાન આપવા જણાવાયું છે.

સરકારની વાહન અકસ્‍માત સાઘન સહાય યોજના અંતર્ગત કોઇપણ પ્રશ્ર્ન કે મુંઝવણ હોઇ, તો શ્રી હિતેન્‍દ્ર બી. રાઠોડ, એકાઉન્‍ટન્‍ટનો (મોબાઇલ નં. ૮૧૨૮૮ ૮૮૦૫૫ ) નો સંપર્ક કરવા મુખ્‍ય જિલ્‍લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, જનરલ હોસ્‍પિટલ, નડિયાદની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY