પાઈપલાઈન લીકેજ રહેતા ખેતરોમાં પાણી,અવારનવાર ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર
હળવદના વેગડવાવ ગામે ખેડૂતોને પિયત માટે નાખવામાં આવેલ પાઈપલાઈન અવારનવાર લીકેજ રહેતા ઘઉના ઉભા પાકમાં પાણી ફરી વળતા અંદાજે ર લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરી નુકસાનની વળતર ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ ઉચ્ચારી છે.
રાજય સરકાર દ્વારા ખેડૂતોના પાકો માટે છેવાડા સુધી પાણી પહોંચાડવા કરોડો રૂપિયાના ખર્ચે મેઈન કેનાલ સાથે પેટા કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો સાથોસાથ આ કેનાલનો જાડતી પાઈપલાઈનો નાખવામાં આવેલ છે જેથી અંદરના ભાગમાં રહેલ ખેડૂતોના પાક માટે પિયતનું પાણી પહોંચાડી શકાય પરંતુ કોન્ટ્રાકટરોના પાપે ખેડૂતોને હરહંમેશ નુકસાનની ભોગવવી પડતી હોય છે. ત્યારે આજરોજ હળવદ પંથકના વેગડવાવ ગામના ખેડૂત અશ્વવીનભાઈ જગાભાઈ પિપરીયાનાની વાડીમાં ૧૦ વીઘાના ઉભા પાકમાં પાણી ભરાતા અંદાજે રથી ૩ લાખનું નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ ઘઉંના ઉભા પાકમાં તલાવડા ભરાઈ જતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા જગતના તાતની Âસ્થતિ કફોડી બની છે. ત્યારે આ અંગે તંત્ર દ્વારા નબળી કામગીરી કરેલ કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવે તેમજ નુકસાન થયેલ પાકનું વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




