દારૂ બિયર તેમજ ટ્રક મળીને 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

નવા વર્ષની ઉજવણી દારૂ પીને મોજ મસ્તી સાથે કરવામાં આવતી હોય છે જેથી બુટલેગરો 31 ડિસેમ્બરની ઉજવણી માટે અગાઉથી દારૂનો સ્ટોક કરતા હોય તેમ કચ્છ તરફ વિદેશી દારૂ અને બિયર મળીને 24 લાખથી વધુનો મુદ્દામાલ લઇ જતું કન્ટેનર આર આર સેલની ટીમે ઝડપી લીધું છે
આગામી દિવસોમાં 31 ડિસમ્બર ની ઉજવણી થનાર હોય અને નવા વર્ષની ઉજવણી પૂર્વ વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને દારૂનો મુદ્દામાલ ઝડપી લેવા રેન્જ આઈ.જી. સંદીપ સિંહની સૂચનાથી આર આર સેલના પી.એસ.આઈ. એમ.પી.વાળા તથા તેમની ટીમને કડક વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ કરતી હોય દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં અણીયારી ટોલ નાકા પાસેથી એક ડાકપાર્સલ ના બંધ કન્ટેનરમાં ઇંગ્લીશ દારુ ભરી નીકળનાર છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફના રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ, કૌશીકભાઇ મણવર નાઓને મોકલી વાહન ચેકીંગ કરાવતા હકીકત વાળો ટ્રક નિકળતા ટ્રકના કન્ટેનરમાં મારવામાં આવેલ સીલ તોડી કન્ટેનર ખોલી ચેક કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો
કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૭૦૧૯ બીયર ટીન નંગ- ૧૫૮૪ જેની કિ.રૂ.૨૪,૧૪,૧૦૦/- તથા કન્ટેનર ટ્રકનં.PB-03-X-6547 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૩૪,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર વિરેન્દ્રસીંગ રાજદેવસીંગ રાજપુર રે. ફરીદાબાદ જી.સીતામઢી બીહાર વાળાને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક થતા મુંબઇથી ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર મોબાઇલ નંબર વાળો માણસ તથા ગાંધીધામથી માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ માળીયા મિયાના પોલીસ મથકમાં નોંધાવ્યો છે જંતુનાશક દવાની આડ માં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો તો હંમેશની જેમ ગુજરાતની બોર્ડર અને આટલા જિલ્લા વટાવી આખું દારૂ ભરેલું કન્ટેનર છેક માળીયા હાઇવે સુધી આવી ગયું હતું જોકે રેન્જ આઈજી ની આર આર સેલ ટીમે દારૂનો જથ્થો ઝડપી લીધો છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




