ઈશ્વરનગરના સરપંચ ને કરાયો જેલ હવાલે

0
37

આરોપીને નામદાર કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો હુકમ

હળવદ : સરપંચ પદની ગરીમાંને લજાવનાર હળવદના ઈશ્વરનગર ગામના સરપંચને અંતે પોલીસે દારૂના ગુન્હામાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતા રાજકીય આલમમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આજે સરપંચ ને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપી ને જેલહવાલે કરાયો હતો

ટોચના રાજકારણી ના જોરે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના સરપંચે પોતાની વાડીએ ખેતી કરવાની જગ્યાએ દારૂનો વેપલો ચાલુ કર્યો હોવાથી તારીખ ૫ -૧૨ ના રોજ પોલીસે દારૂ અંગેની કરેલ રેડમાં બે ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે સરપંચ પાછલા સતર દિવસથી પોલીસને હાથતાળી આપી અહીં તહીં નાસતો ફરતો હતો અને ધરપકડથી બચવા નામદાર અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી પણ કરી હતી પરંતુ અદાલતે આગોતરા જામીન અરજી ફગાવી દેતા ઈશ્વરનગરના સરપંચને આખરે પોલીસે ગત મોડી રાત્રીના તેના જ ઘરેથી દબોચી લીધો હતો

જયારે આજે આરોપી અશ્વિન પટેલને હળવદ નામદાર કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા આરોપી અશ્વિનને જેલ હવાલે કરાયો હતો.
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY