
ક્ષત્રિય રાજપુત સમાજ રાપર દ્વારા સંચાલિત પ્રગતિ વિદ્યામંદિર ખાતે બે દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું..આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભીમાસર,પલાંસ્વા,કિ.નગર,બેલા,ગેડી,રાપર,વાપી વલસાડ,સણવા,બરોડા,મુંબઇ,સુરત,ગાંધીધામ,સામખીયાળી એમ મળીને કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.તો આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ માં ભીમાસર,ગેડી,કિ.નગર,અને મુંબઇ ની ટિમો વચ્ચે રમવામાં આવી હતી…અને જ્યારે ફાઈનલ મેચ ભીમેશ્વર ઇલેવન ભીમાસર અને કે.એન.રોયલ મુંબઇ વચ્ચે રમવામાં આવી હતી..જેમાં કે.એન.રોયલ મુંબઈની ટીમનો 1 રને વિજય થયો હતો..ફાઈનલ મેચે બહુજ આકર્ષણ જમાવ્યું હતું. તો બેસ્ટ બેટસમેન અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ભીમેશ્વર ઇલેવન ભીમાસરના ખેલાડી બળદેવસિંહ પરમાર અને બેસ્ટ બોલર તરીકે રોહનસિંહ સેલોત દ્વારા સારું પરફોર્મન્સ કરવામાં આવ્યુ હતું. તો આ ક્રિકેટ ટુર્નામેન્ટ ના કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા,રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ડાયાભાઇ વાઘાણી,ઉપપ્રમુખ શ્રી હમીરજી સોઢા,રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ડોલરરાય ગોર, રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ શ્રી વિશાલસિંહ મકવાણા,તાલુકા વિકાસ અધિકારી,રાપર તાલુકા ભાજપના મહામંત્રી મોહનભાઇ બારડ, રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ બહાદુરસિંહ પરમાર , જિલ્લા પંચાયત ના સદસ્ય અજીતસિંહ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય લખમણસિંહ સોલંકી , ભીખાભાઇ ચાવડા,રાપર તાલુકા રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી કુંભાભાઈ સેલોત,ભીમજીભાઈ પરમાર,પ્રગતિ વિદ્યા મંદિરના ટ્રસ્ટી શ્રી કાનજીભાઇ ગોયલ,વણવીરજી પરમાર,બળદેવસિંહ,મોમાયાજી ચૌહાણ,સામતસિંહ ખોડ,મહાદેવભાઈ રાઠોડ,પરબતભાઇ રાપર તાલુકા રાજપુત સમાજના સરપંચ શ્રી રમેશભાઈ ખોડ, સંકેતજી સેલોત ,દિલીપભાઈ જાદવ,દેવરાજભાઈ વાઘાણી,મનસુખભાઇ મકવાણા,ભીખુભાઇ સોલંકી,દેવાજી ડોડીયા, મહાદેવભાઈ પરમાર વડીલો શ્રી મેઘજીભાઈ પરમાર, વજાજી સોઢા,રામજીભાઈ સોલંકી,બળવંતભાઈ મકવાણા,હસમુખભાઈ સિંધવ,કમલેશસિંહ ચાવડા,ગોપાલસિંહ પઢીયાર,સાવનસિંહ,રામભાઈ,લાભુભાઈ,વેલજીભાઈ,સુરેશભાઈ,ભરતભાઇ,કાન્તીભાઈ અને રાપર રાજપુત સમાજના ચોવીસ ગામના પ્રમુખો , યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સમગ્ર સંચાલન રતનેશ્વર યુવા ગ્રુપ રાપર, મોમાયાભાઈ,જેમલભાઈ ,નવિનભાઈ, સુખદેવસિંહ, સુરુભા અને કાન્તીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.તેવું નવિનભાઈ મકવાણા (રાઘાણી) દ્વારા જણાવવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




