અંકલેશ્વરમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી.

0
215

અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થીત શાંતિનગરના એક ભંગાર ના ગોડાઉનમાં અચાનક કોઇ કારણોસર આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામી હતી.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વરના શાંતીનગર માં એક ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકવાની ઘટના સામે આવી છે. જેમાં જોત જોતામાં આગે વિકરાળ રૂપ લેતા ગોડાઉનમાં રહેલ પુઠ્ઠા અને કાચનો ભંગાર બળીને રાખ થઈ જવા પામ્યો હતો. આગ લાગ્યાની વાતે થયેલ નાસ ભાગના કારણે ગોડાઉન નજીક લોક્ટોળા એકત્રીત થયા હતા અને તેમણે આગ ઓલવવા પ્રયત્નો પણ હાથ ધર્યા હતા. આગની ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગને કરતાં ફાયર ટેન્ડર સાથે લાસ્કરો તાત્કાલિક શાંતીનગર ખાતે ઘસી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY