તમામ પાંજરાપોળ ગૌશાળા, પદાધીકારીઓ,જીવદયા કાર્યકરોનું તા. ૧,૨,૩, ફેબ્રુઆરીના ત્રિદિવસીય મેગા સંમેલન સાધુ- સંતો ખાસ આશીર્વાદ આપશે.જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર – વિમર્શ કરશે.રસ ધરાવતાઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે.આર્થિક વ્યવસ્થાઓ,ઘાસચારાની ઉપલબતા,જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે.આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ,પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત – રાજસ્થાન જ નહી પરંતુ તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓએ ત્રણ દિવસ ભેગા રહે,એકબીજાનો પરીચય થાય,એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી,એનીમલ વેલ્ફર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ (મોઃ૯૮૨૦૦૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્રારા ગૌશાળા,જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)નાપદાધીકારીઓ,જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો,સકળ સંઘના ટ્રસ્ટીઓ,જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના ત્રિદિવસીય, નિવાસી,પ્રવાસી,સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ,ગૌ આધારીત કૃષિ – આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ,ગૌપાલન,જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ,ગૌ સંવર્ધનને પ્રોત્સાહન,ગૌશાળા- પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા,પશુ – પક્ષીઓના આરોગ્યની જાળવણી,ભાવના અને વિજ્ઞાનનો સમન્વય,માનવ માત્રમાં પક્ષીઓ,પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા,વરસાદી પાણીનો સંગ્રહ,સ્વદેશી વૃક્ષોનું વાવેતર,સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી,પાકની રક્ષા માટે અહિંસક – સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર – પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે.આ સંમેલનમાં સાધુ – સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
જીવદયા પ્રેમીઓના સંમેલનની શરૂઆત તા.૩૧ જાન્યુઆરી સાંજે પ-૦૦ કલાકે રાજસ્થાનના ડાંગાવાસ,મેડતા, જિ.નાગૌરથી થશે અને રાત્રે ૧૧-૩૦ વાગ્યે સિરોહી, વામનવાડા ખાતે રાત્રી રોકાણ કરાશે. ત્યારબાદ તા.૧, ફેબ્રુઆરીને શુકવારના રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૩૦કલાકે થી વામનવાડા ખાતેથી પ્રસ્થાન કરશે અને ૮-૪૦ કલાકે પરલાઈ (પડવાડા),સવારે ૧૦-૩૦ થી બપોરે ૨-૩૦ કલાક સુધી ભેરૂતારક તીર્થ થી ભીલડી (ગુજરાત) તરફ પ્રયાણ કરાશે અને રાત્રી રોકાણ ગુજરાતમાં ભીલડી ખાતે કરાશે.પ્રવાસ દરમ્યાન રાજસ્થાન અને ગુજરાતની જોવા લાયક, અભ્યાસ લાયક ગૌશાળાઓ – પાંજરાપોળોની મુલાકાતો લેવાશે, પ્રત્યક્ષ માર્ગદર્શન અપાશે.
તા. ૨, ફેબ્રુઆર ને શનિવારના રોજ સવારે પ-૩૦ કલાકે ભીલડી થી ભાભર તરફ પ્રયાણ કરાશે.સવારે ૯-૩૦ વાગ્યાથી ભાભરથી દુધવા તરફ પ્રયાણ કરાશે.સવારે ૧૧-૫૫ કલાકે દુધવાથી સરખેજ (બંસી ગીર ગૌશાળા) તરફ પ્રયાણ અને બપોરના ૪-૦૦ કલાકેથી વિશ્વ વિખ્યાત બંસી ગીર ગૌશાળાની મુલાકાત અને સંચાલક ગોપાલભાઈ સુતરીયાનું વિશેષ માર્ગદર્શન સૌ મેળવશે.બંસી ગીર ગૌશાળા ખાતે જીવદયા પ્રેમીઓના સંમેલનનું પણ આયોજન છે.સાંજે પરસ્પર વાતાલાપ અને વિષયવાર ચર્ચા સત્ર મોડી રાત્રી સુધી ચાલશે. અને કલીકુંડ તિર્થ ખાતે રાત્રી રોકાણ કરાશે.
તા. ૩, ફેબ્રુઆરીને રવીવારના રોજ સવારે ૫-૩૦ કલીકુંડ તિર્થથી ધોળકા ગોકલગામ (ધોલેરા) તરફ પ્રસ્થાન કરાશે.તથા સવારે ૧૦-૦૦ વાગ્યે ધોલેરાથી મણીલક્ષ્મી તિર્થ, માગેજ થી ધર્મજના ગૌચર તરફ પ્રસ્થાન કરાશે.સુરજબા પાર્ક, ધર્મજ ગામના ૧૪૦ એકરના ગૌચરની મુલાકાત સામુહીક રીતે સૌ લેશે અને ગામના આગેવાનોએ આ ગૌચરનું નવ નિર્માણ કેવી રીતે કર્યું તેનું પ્રેકટીકલ માર્ગદર્શન સૌને અપાશે.ધર્મજ ખાતે સંમેલનની પૂર્ણાહુતી થશે.
વિવિધ ગૌશાળા – પાંજરાપોળના ટ્રસ્ટીઓ,જૈન સંઘના ટ્રસ્ટીઓ,એસ.પી.સી.એ.ના પદાધીકારીઓ,રસ ધરાવતા જીવદયા પ્રેમીઓએ પ્રતિ વ્યકિત રૂા.૩૦૦૦ – ભરી નામ નોંધાવી લેવા અપીલ કરાઈ છે,આ ૨કમ ત્રણ દિવસના આયોજન (રહેવા-જમવા તથા બસ અને પ્રવાસ અને અન્ય આયોજન) પેટે ખર્ચ થશે. રૂ.૩૦૦૦/-નો ચેક વ્યકિતદિઠ “સમસ્ત મહાજન”ના નામનો લખવાનો રહેશે.
તમામ પાંજરાપોળ,ગૌશાળાના ટ્રસ્ટીઓએ પોતાની સંસ્થાની લેટરહેડ,સ્ટેમ્પ અને સાહિત્ય સાથે લાવવા અને જે કાંઇ પ્રશ્નો હોય એ અંગેની રજુઆતના મુદા પણ લેખીતમાં લાવવા વિનંતી કરાઈ છે.
જીવદયા પ્રેમીઓના આ ત્રિદિવસીય,નિવાસી મેગા સંમેલનની વિશેષ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે ગિરીશ શાહ (મો.૯૮૨૦૦ ર૦૯૭૬),દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫૧ ર૯૧૧૧),મિતલ ખેતાણી (મો.૯૮ર૪ર ૨૧૯૯૯), હીરારામજી ગોદારા (મો.૯૪૯૪૭ ૦૭૦૭૦ ),રવીન્દ્ર જૈન (મો. ૯૬૬૪૩ ૦૫૮૭૦),રાજુભાઈ શાહ (મોઃ૯૮૭૯૪ ૬૧૮૭૬), પ્રતિક સંઘાણી (મો:૯૯૯૮૦ ૩૦૩૯૩),ગુંજનભાઈ (મો. ૯૮૯૮૩ ૧૯૬૩૯)નો સંપર્ક કરવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી,એનીમલ વેલ્ફર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ (મોઃ૯૮૨૦૦ ૨૦૯૭૬)ની યાદીમાં જણાવ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




