રામુ પર ભડકી સંજુની બહેન,આ વિચાર જ પાગલપન ભર્યો છે

0
13

મુંબઈ,તા.૨૬
સંજય દત્તની બહેન રામ ગોપાલ વર્માનાં નિવેદન પર નારાજ થઈ છે. જો તમે સંજુ ફિલ્મ જોઈ હો તો તમે બે પૈકીનાં એક વર્ગમાં આવાતાં હો જેમાં એક વર્ગ ફિલ્મને ખુબ પસંદ કરે છે જ્યારે બીજા વર્ગ માને છે કે આ ફિલ્મ ફક્ત સંજય દત્તની ઈમેજ ગ્લોરીફાઈંગ કરવાં માટે છે. આ વાં જ વિચાર ધરાવતાં દિગ્ગજ અભિનેતા રામ ગોપાલ વર્માની ફિલ્મથી ખુબ જ નારાજ છે અને તેમણે ફિલ્મને નવા દ્રષ્ટિકોણ થી બનાવવાંની વાત કરી હતી.
ડિરેક્ટરનાં કહેવાં મુજબ તે ફિલ્મથી ખાસ્સા નારાજ છે અને ફિલ્મને તેઓ સંજુની ઈમેજ ગ્લોરીફાયર તરીકે જ માને છે. તેમણે જાહેરાત કરી હતી કે તે એક નવી ફિલ્મ બનાવશે જે સંજુની બીજી બાજુ કહેતી હશે. તે અંગે સંજુની બહેન પ્રીયા દત્તે આજે પોતાની કમેંટ આપી છે તેને જ્યારે રામુનાં આ વિચાર શું તે વાકેફ છે તો તેણે જણાવ્યુ હતુ કે આ વિચાર જ પાગલપન ભર્યો છે.
સંજુ પોતે પણ પોતાનો ભુતકાળ ભુલાવી આગળ વધી જવાં ઈચ્છે છે. તેમજ તેને એમ પણ પુછવામાં આવ્યુ કે શું તેને પરેશ રાવલનું પાત્ર ગમ્યુ હતુ? તો તેણે કહ્યું હતુ કે દુનીયામાં કોઈ પણ વ્યક્તિ તેનાં પિતાનું પાત્ર ભજવી શકે નહી તે મારા માટે ખુબ જ સ્પેશયલ છે. પણ હું એમ નહિ કહું કે મને તેમનું પાત્ર નથી ગમ્યુ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY