આગામી જન્મમાં સારી પત્ની મળે તે માટે પતિઓએ વટ સાવિત્રીની પૂજા કરી

0
16

ચિક્કોડી,તા.૨૮
કર્ણાટકના ચિક્કોડીમાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં વ્યક્તિએ પત્નીથી કંટાળીને વટ સાવિત્રીની પુજા કરી છે, જેથી આગામી જન્મમાં તેણે આવી પત્ની ફરીથી ન મળે. તમને જણાવી દઈએ કે, વટ સાવિત્રી વ્રતને હિન્દૂ ધર્મમાં ઘણું મહત્વ છે, જેમાં પરિણિત મહિલાઓ પતિની લાંબી ઉંમર, સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. સાથે આગામી સાત જન્મ સુધી તેમને તેવો પતિ જ મળે તેની કામના કરે છે.
આ શખ્સનું નામ શશિધર રામચંદ્ર કોપાર્ડે છે જે પત્નીથી પીડિત પુરુષો માટે સંતવન કેન્દ્ર પણ ચલાવે છે. તેમણે વટ સાવિત્રી વ્રતના એક દિવસ પહેલા મંગળવારે આ પુજા કરી હતી. શશિધરે જણાવ્યું કે, તે પોતાની પત્નીથી કંટાળી ગયો છે અને તેનાથી છુટકારો મેળવવા માંગે છે. તેમનો દાવો છે કે તેમની પત્નીએ દહેજ ઉત્પીડનનો ખોટો કેસ કર્યો છે.
તેમને જણાવ્યું, ‘મારી પત્નીએ મારા પરિવાર અને બીજા પરિવારના સભ્યો વિરુદ્ધ ઘણા ખોટા કેસો દાખલ કર્યા છે, એટલા માટે હું આગામી જન્મમાં ભલે બ્રહ્મચારીનું જીવન જીવવું પડે, પરંતુ મને આ પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરનાર પત્ની કદાપી ન આપતો. મેં પીપળાના ઝાડને દોરી બાંધી અને પરંપરા અનુસાર પુજા પણ કરી છે. તમને જણાવી દઈએ કે, આ તહેવાર મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા અને કર્ણાટકના ઉત્તરી ભાગોમાં ૨૭ જૂને મનાવવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY