ભરૂચ-નમૅદા જીલ્લાની ધી ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી દૂધધારા ડેરી માં પણ ગત રોજ ની અનોખી ઉજવણી કરવામાં આવી.


સોમવારના રોજ વહેલી સવારે 6.00 કલાકે 22 જેટલા બાઇકસૅ આણંદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયા આ પ્રસંગે ફ્લેગ ઓફ કરી ને ભરૂચ થી બાઇક રેલી દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પી.કે.પટેલે શુભેચ્છા સહ રવાના કરી.આણંદ ખાતે કાયૅક્રમમા જમ્મુ તેમજ કચ્છથી આવેલા બાઇક રાઇટસૅ ઉપરાંત જુદા જુદા દૂધ સંઘોમાથી આવેલ 500 જેટલા બાઇકની રેલી ડૉ કુરીયને સ્થાપેલ વિવિધ સંસ્થાઓ જેમ કે ખેડા દૂધ સંઘ ,જી.સી.એમ.એમ. એફ.,ઇરમા,એન.ડી.ડી.બી. વિગેરે સંસ્થાઓ માં વિવિધ કાર્યક્રમોની ઉજવણી માં ભાગ લીધો હતો.
ભરૂચ થી રવાના થયેલા રાઇડર 3.30 કલાકે ભરૂચ પરત આવેલ ત્યારબાદ દૂધધારા ડેરીમાં અનોખો કાર્યક્રમ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.આ પ્રસંગે ત્રાલસા થી ખાસ દિવ્યંગ બાળકો ને તથા વડીલો નું ઘર ભરૂચના સંચાલકને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકો એ “કાચી કેરી ને અંગુર કાળા… અમે ગુજરાતી લેહરી લાલા…” ગીત પર ડાન્સ કાર્યક્રમ રજુ કરી ને સૌને મંત્રમુગ્ધ કયૉ હતા.
પ્રાસંગિક પ્રવચન કરતાં ચેરમેન ઘનશ્યામ પટેલે ડૉ કુરીયન પાસેથી પ્રેરણા મેળવીને સમાજના ઉમદા વિકાસ માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ડેરીફામૅ થી લઈને ફોરેન સુધી દૂધ ને આજે આપણે ડૉ કુરીયન ને કારણે પહોંચાડી શક્યા છે અને આવનારા સમયમાં આજ રસ્તે વિકાસ સાધીને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતો ની આવકને બમણી કરવાના સંકલ્પ યજ્ઞ માં દૂધધારા ડેરી નો સંન્નીષ્ઠ ફાળો ભરૂચ નમૅદા જીલ્લા ના ખેડૂતો માટે રહેશે તેવો આશાવાદ વ્યક્ત કયૉ હતો. સાથોસાથ હાલમાં આજના દિવસે દૂધધારા ડેરી ગુજરાતમાં ખેડૂતો ને દૂધ નો સૌથી વધારે બીજા નંબરે 635 પ્રતિ કિલો ફેટ નો ભાવ ચુકવણી કરતા હોવાનું તથા દૂધધારાના ઈતિહાસ માં પહેલી વાર આમ બન્યું હોવાનું જણાવ્યું ત્યારે ઉપસ્થિત તમામ ડિરેક્ટરઓ દિનેશ પાદરિયા, અંગેશસિહ રાજ, શાંતાબેન પટેલ, જીતેન્દ્ર દેસાઇ, જીલ્લા રજીસ્ટ્રાર અરૂણ ચૌધરી તથા તમામ કમૅચારીઓ તથા દૂધ મંડળી ના પ્રતિનિધીઓએ તાળીઓ ના ગડગડાટ થી આ સિદ્ધિ ને વધાવી હતી. વધુ માં ચેરમેન ઘનશ્યામ પટેલે આવતા વષૅ આજ રીતે બીજો નંબર જાળવી રાખવા નો સંકલ્પ વ્યક્ત કરી ને કમૅચારીઓ ને પોતાનું સબળ યોગદાન આપવા હાકલ કરી હતી.ગત રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમૅચારીઓ એ અપ્રતિમ ઉત્સાહ દાખવીને 30 યુનિટ બ્લડ ડોનેટ કયું હતું. આ ઉપરાંત દિવ્યંગ બાળકો ને ઉપયોગી ભેટ આપવામાં આવી હતી તથા વડિલો ના ઘર ભરૂચના વડિલોને ભોજન કરાવવામાં આવ્યું હતું તથા દૂધધારા ઘી ની ભેટ આપવામાં આવી હતી. તેમ ગત રોજ દૂધધારા ડેરી તરફથી અનોખી ઉજવણી કરી ને ડો કુરીયન ના જન્મદિવસ ને નેશનલ મિલ્ક ડે તરીકે યાદગાર બનાવવા માં આવ્યો હતો.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





