મહાન પયગંબર હજરત મહંમદ સલ્લલ્લાહો અલયહિ વસસ્લમ ના જન્મ દિવસ ના પવિત્ર પ્રસંગે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે મોહદીસે આઝમ મિશન ગૃપ દ્વારા રાણપુરની મુખ્યકુમાર શાળા નં-૨ ના દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નુ વિતરણ કરાયુ હતુ જેમા ૨૫૦ કરતા વધુ બાળકો ને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આ કીટ સ્કુલ ના વિદ્યાર્થીઓના ના હાથ માં આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશી નુ મોજુ ફરીવળ્યુ હતુ આ પ્રસંગે શાળા ના આચાર્ય કાદરભાઈ કોઠારીયા એ જણાવ્યુ હતુ કે અમારી મુખ્યકુમાર શાળા નં-૨ ને રાણપુરના દરેક સમાજ ના લોકો દ્વારા અવાર નવાર દરેક પ્રકારની વસ્તુઓ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે છે આજે મોહદીસે આઝમ મિશન ગૃપ દ્વારા સ્કુલ ના દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી છે તે બદલ અમારી સ્કુલ ના તમામ શિક્ષકો તેમનો આભાર માને છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






