અમો અસરગ્રસ્ત છીએ અમોને નોકરી પર કેમ રાખતા નથી કહી ટોળા નો હુમલો
રાજપીપળા : ફરીયાદી મનુભાઇ વિરસિંગભાઇ પરમાર રહે નવાગામ તથા સાહેદ સીકયુરીટી પરમવીરસિંગ સીવવરનસિંગ ઠછુર નાઓ એલ એન ટી કંપનીમાં નોકરી પર હાજર હતા તે વખતે આરોપી હશમુખ તડવી અને દિલીપ તડવી એ જણાવેલ કે અમો અસરગ્રસ્ત છીએ અમોને નોકરી પર કેમ રાખતા નથી તેમ કહી બિભત્સ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ઝઘડો કરેલ તે બાબતે પોલીસ જાણ કરેલ તે બાબત નુ ઉપરણું લઇ આરોપી ભીમસીંગ તડવી આશિષ તડવી અને પાર્વતીબેન તડવી તથા બીજા બારેક સ્ત્રી પુરુષ નુ ટોળુ જેઓ એલ એન્ડ ટી કંપની માં આવેલ ઓફીસમાં ગે કા. મંડળી બનાવી પ્રવેશ કરી ઓફીસમાં તોડફોડ કરી નુકસાન કરી એલ એનડ ટી કંપનીમાંથી બહાર આવશો તો તમારા હાથ પગ તોડી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી અમો કોર્ટ માં લડી લઇશું અમારુ સરકાર કાઇ બગડવાની નથી તેમ કહી ધાક ધમકીઓ આપી હતી
ફરિયાદના આધારે કેવડિયા પોલીસે ગુનો નોંધી આરોપીયો પૈકી
(1)હસમુખભાઇ રમણભાઇ તડવી (2) દીલીપભાઇ રમણભાઇ તડવી (3)ભીમસીગભાઇ ગણપતભાઇ તડવી (૪) આશીષભાઇ ઠાકોરભાઇ પટેલ (૫) પારવતીબેન ઠાકોરભાઇ પટેલ (5) વર્ષાબેન દિનેશભાઇ તડવી તથા બીજા બારેક પુરુષો નું ટોળુ જેના પુરા નામ સરનામા ની ખબર નથી તેમની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .તપાસ એ આર ડામોર પી એસ આઈ કેવડીયા કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





