અમદાવાદ સિવિલ હોસ્પટલમાં ૧૬ દિવ્યાંગ કર્મચારીઓના માથે નોકરીનું જાખમ

0
135

અમદાવાદ,
તા.૨૧/૪/૨૦૧૮

હોસ્પટલ સત્તાવાળાઓ દ્વારા ત્રણ દિવસનું અલ્ટીમેટમ

અમદાવાદ સિવિલ હોસ્પટલમાં છેલ્લા ૧૫ વર્ષથી કેસ કાઢવાની કામગીરી કરતા દિવ્યાંગ કર્મચારીઓના માથે હવે નોકરીનું જાખમ ઊભુ થયું છે. આ દિવ્યાંગ કર્મચારીઓને હોસ્પટલ સત્તાવાળાઓએ ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે. વર્ષ ૨૦૦૩માં બ્લાઈન્ડ પિપલ એસોસિએશન અને સરકાર વચ્ચે હોસ્પટલ કેસબારી પર દિવ્યાંગ વ્યક્તિની નિયુક્ત બાબતનો કરાર થયો હતો.

આ કર્મચારીઓએ ‘ક્ષમતા’ વિકલાંગ ઉત્કર્ષ મંડળ નામથી ૨૦૦૪માં ચેરિટિ કમિશનરમાં નોંધણી કરાવી હતી. સરકાર હવે આ મંડળને બરખાસ્ત કરી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારીત લેવા માંગે છે. આ દિવ્યાંગ કર્મચારીઓને કહે છે કે, તેમને સરકારનો કોઈ લાભ જાઈતો નથી, માત્ર મોંઘવારીને ધ્યાને રાખી સરકાર તેમના પરિવારનું ગુજરાન ચાલી શકે એટલું લઘુત્તમ વેતન આપી મંડળીને ચાલુ રાખે એટલી માંગણી છે.

દિવ્યાંગ કર્મચારીઓની મદદ કરવા માટે તેમની માતૃ સંસ્થા બ્લાઈન્ડ પિપલ એસોસિએશને પણ હાથ ઉંચા કરી દીધા છે. અત્યાર સુધી કર્મચારીઓને ઈન્ડોર અને આઉટડોર કેસના અનુક્રમે ૧૫ અને પ રૂપિયા મળતા હતા. મહિનાના અંતે કુલ આવકમાંથી પ્રિÂન્ટંગ ખર્ચ બાદ કરતા જે રકમ વધતી તેમા આ કર્મચારીઓ વહેંચણી કરતા હતા.

હેલ્થ કમિશનરે કર્મચારીઓની મંડળીને ગ્રાન્ટ આપવાનું આશ્વાસન આપ્યુ હતું, પણ તેમની કચેરીમાંથી હજૂ કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. જેના કારણે દિવ્યાંગ કર્મચારીઓનો પરીવાર રસ્તા પર આવે એવી સ્થિતિ નિર્માણ પામી છે. એક સમયે સિવિલમાં આવતા ઉચ્ચ અધિકારીઓ તેમજ મંત્રીઓને દિવ્યાંગોને દર્શાવી પીઠ થાબડવામાં આવતી હતી અને હવે હોસ્પટલને આ કર્મચારીઓ બોઝ લાગી રહ્યા છે. આ બાબતની મંડળ દ્વારા મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY