આજે સૂર્યગ્રહણ: સવારે ૭ વાગ્યે શરુ થશે બે કલાક સુધી રહેશે

0
80

ગાંધીનગર,તા.૧૨
૧૩ જુલાઇ એટલે કે શુક્રવારે આંશિક સૂર્યગ્રહણ છે. જોકે આ ગ્રહણને મોટાભાગનાં લોકો નહીં જોઇ શકે. આ ગ્રહણ અન્ય થતા સૂર્યગ્રહણથી અલગ છે. ખરેખરમાં આ સૂર્યગ્રહણ આવતીકાલે ૧૩ જુલાઇેએ થશે. આ દિવસે શુક્રવાર છે. ૧૩ તારીખ અને શુક્રવારને મેળને લોકપ્રિય સંસ્કૃતિમાં ‘ખરાબ કિસ્મત’નું સૂચક માને છે. આ દિવસ અને તારીખનો મેળાપ ૪૪ વર્ષ પહેલાં થયો હતો જ્યારે ગ્રહણ લાગ્યુ હતું. જાકે ખાસ વાત એ છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. પણ તેની અસર તો પડશે જ તેવું જ્યોતિષીઓનું માનવું છે.
આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયાનાં દક્ષિણભાગ, તસ્માનિયા, ન્યૂઝિલેન્ડનાં સ્ટીવર્ટ આયર્લેન્ડ, એન્ટાર્કટિકાનાં ઉત્તર ભાગ અને પ્રસાંત અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. ગ્રહણ સવારે ૭ વાગીને ૧૮ મિનિટે શરૂ થશે. જે ૨ કલાક ૨૫ મિનિટ સુધી રહેશે.
આપને જણાવી દઇએ કે વિજ્ઞાન મુજબ સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે. જેમાં સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી ત્રણેય એક સીધી રેખામાં આવે છે. જેમાં ચંદ્ર સૂર્યની છાયામાંથી પસાર થાય છે. જેને કારણે તેની રોશની ફિકી પડી જાય છે. જ્યારે પણ ચંદ્ર તેની ધરી પર ફરતાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો પૃથ્વી પર સૂર્ય આંશિક કે પૂર્ણ રીતે દેખાવવનો બંધ થઇ જાય છે. તેને સૂર્યગ્રહણ કહેવાય છે.
૧૩ ડિસેમ્બર ૧૯૭૪ બાદ અત્યાર સુધીમાં કોઇપણ સૂર્યગ્રહણ આવું નથી થયું. હવે શુક્રવાર અને ૧૩ તારીખનાં મેળવાળુ સૂર્યગ્રહણ ભવિષ્યમાં ૧૩ સ્પટેમ્બર ૨૦૮૦નાં રોજ જાવા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY