ફાઇબરના કારખાનેદારોએ દેનાબેન્કને રૂ.૧૭.૫૦ કરોડનો ચૂનો ચોપડ્યો

0
73

રાજકોટ,
તા.૩/૪/૨૦૧૮

રાજકોટમાં દેનાબેંક સાથે ૧૭ કરોડ પચાસ લાખની લોન લઇને ઠગાઇ થઇ છે. અવધ ફાઇબરના ભાગીદારોએ ૧૭.૫૦ કરોડની લોન લઇ ઠગાઈ આચરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. અવધ ફાઇબરના ભાગીદારો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ રાઇ છે. ગિરધર વેકરીયા, અમિત વેકરીયા સહિતના સામે ગુનો નોંધાયો છે.

જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં દેનાબેંકની ઢેબર રોડ શાખાના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અવધ ફાઇબર નામની પેઢીના ડિરેક્ટરોએ દેના બેન્કમાંથી લોન મેળવી પરત કરી ન હતી. દેના બેંકમાંથી કુલ ૧૭.૫૦ કરોડની સીસી લોન લેવામાં આવી હતી. સીસી લોન મેળવી રૂપિયા ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. એ પછી મુદત વીતવા છતાં પૈસા પરત ન કરતા બેન્ક દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ગિરધર વેકરીયા અને અમિત વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY