અમદાવાદમાં એપ્રિલમાં પાણીના વપરાશ પર ૨૫ ટકા કાપ મુકાશે

0
95

અમદાવાદ,
તા.૨૫/૦૩/૨૦૧૮

શહેરમાં આગામી દિવસોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થશે. રાસ્કા વિયરમાંથી શહેરને મળતો પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી પુરવઠો બંધ કરાતા ૧૫૦ એમએલડી પાણીની ઘટ પડશે. બીજી બાજુ સાબરમતી રિવરફ્રન્ટમાં પણ નર્મદાના પાણી છોડવામાં આવશે નહીં. મનપા દ્વારા હાલ ફ્રેન્ચવેલમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે તેના લીધે અમદાવાદના ભૂગર્ભજળ પણ વધુ ઊંડા ઉતરશે. એક પખવાડિયામાં જ પાણીની બુમરાણ શરૂ થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળાની સાથે જ રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાવાની ચાલુ થઈ ગઈ છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ૨૫ ટકા પાણી કાપ કરવામાં આવી શકે છે. શહેરને રાસ્કા વિયરમાંથી મળતો પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી પુરવઠો બંધ થવાના કારણે ૧૫૦ એમએલડી પાણીની ઘટ થઈ શકે છે. જેના કારણે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ ઘટતા આગામી દિવસોમાં પાણીમાં કાપ આવી શકે છે. આ ઉપરાંત કોતરપુર, જાસપુરમાંથી મળતો પાણીનો પુરવઠો ઘટે તેવી શક્યતા છે. જાકે એક તરફ સરકાર એવો વાયદો કરી રહી છે કે રાજ્યમાં પાણીની તકલીફ ઊભી થશે નહીં અને બીજી તરફ આ રીતે કાપ મુકતા નાગરિકો ચિંતામાં મુકાયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY