જોર્ડન પ્રિન્સે સીરિયા સંકટના સમાધાન માટે ભારત પાસે માંગી મદદ

0
92

ન્યુ દિલ્હી,
તા.૨૫/૦૩/૨૦૧૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જાર્ડનની મુલાકાત લીધી હતી ત્યારે જાર્ડનના રાજપરિવારના મહત્વપૂર્ણ સભ્ય પ્રિન્સ અલી બિન અલ હુસૈને કહ્યું કે, સીરિયા સંકટ જેમાં પણ ખાસ કરીને શરણાર્થીઓના સંકટના સમાધાન માટે ભારત તરફથી દુનિયાની એક તાકત તરીકે તેમાં મુખ્ય ભૂમિકા ભજવવાની જરૂર છે. લોરેટ્‌સ એન્ડ લીડર્સ ફોર ચિલ્ડ્રન શિખર સંમેલનમાં એક સવાલના જવાબમાં પ્રિન્સ અલીએ કહ્યું કે, અમે આ રાજકીય મુદ્દા પર વાત કરવા માટે નથી, પરંતુ એટલું જ જરૂર કહીશ કે ભારત અને જાર્ડન વચ્ચે સંબંધ ઘણાં સારા છે.

જાર્ડન પ્રિન્સે ભારતના સાથેના સંબંધો પર વાત કરતાં કહ્યું કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાર્ડનની મુલાકાત લીધી હતી અને ત્યારે બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર એકબીજાના સહકારની વાત કરવામાં આવી હતી. હાલમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા છે અને દુનિયામાં તેની તાકત સ્પષ્ટ પણે જાવા મળી રહી છે. આ તમામ બાબતોને જાતાં અમે આ મુદ્દે સમાધાનની ભૂમિકા નિભાવવા માટે અને બીજા સ્થાનો પર શરણાર્થીઓની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે ભારત તરફથી મદદની આશા રાખી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ફેબ્રુઆરીના જાર્ડન અને ફિલિસ્તીનની મુલાકાત લીધી હતી. જે પછી જાર્ડનના શાહ અબ્દુલ્લા સાની બિન અલ હસને ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ સુધી ભારતની ૩ દિવસની મુલાકાત પર આવ્યા હતા. જેમાં શાહ અબ્દુલ્લા દ્વિતીયની આ યાત્રામાં ભારત અને જાર્ડન વચ્ચે રક્ષા અને વ્યાપાર જેવા વિવિધ ૧૨ ક્ષેત્રો પર કરારો અને બંને દેશો વચ્ચે સહમતી થઈ હતી.

પ્રિન્સ અલી જાર્ડન શાહ અબ્દુલ્લા સાની બિન અલ હુસૈનના પિતરાઈ ભાઈ અને પોતાના રોયલ ગાર્ડસમાં કમાન્ડર રહી ચુક્્યા છે. હાલમા ૨૬ અને ૨૭ માર્ચના લોરેટ્‌સ એન્ડ લીડર્સ ફોર ચિલ્ડ્રન શિખર બેઠક -૨૦૧૮માં જાર્ડન સહ આયોજક છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY