વડિયા કરાંઠા રોડ બનાવવાની કામગીરી ઝડપી કરવા માર્ગ અને મકાન વિભાગને ગ્રામપંચાયતની રજૂઆત

0
50

રોડની બંને સાઈડ નું કામ ચાલતું હોય રોજ અકસ્માત થાય છે, છતાં કોન્ટ્રાક્ટર ધીમી ગતિએ કામગીરી કરે છે. 

રાજપીપલા :
રાજપીપલા નજીકના વડિયા થી કરાંઠા જતો રોડ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમય થી ચાલે છે રોડની બંને બાજુ ખોદકામ કરી પુરાણ કરી રોડ પહોળો બનાવવા નો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામગીરી કરાતી હોય આ માર્ગ પર અનેક અકસ્માતો વધી ગયા છે. ત્યારે સ્થાનિક રહીશો સોસાયટીના લોકો રોષે ભરાયા છે. અને ગ્રામપંચાયત ને ફરિયાદ કરી હતી. જેને લઈને ગ્રામ પંચાયતે આ રોડ ઝડપી બનવવા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ને લેખિત ફરિયાદ કરી છે. જેમાં સરપંચ મહેશ રજવાડી, વીરેન્દ્ર સિંહ સુણવા,વિજય વસાવા સહીત ગ્રામપંચાયતના સભ્યો મળી લેખિત માં રજૂઆત કરી છે.

આ બાબતે સરપંચ મહેશ રજવાડી એ જણાવ્યું કે વડીયા ગામથી કરાંઠા રોડની બંને સાઈડ નું કામ હાલ ચાલે છે એ મંદ ગતિએ ચાલતું હોવાથી કામ યોગ્ય અને ઝડપી પૂરું કરાય એ બાબતે અમે રજુઆત કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY