અમદાવાદના સેટેલાઇટ પોલીસ મથકે દલિતોએ હોબાળો મચાવ્યો

0
13

અમદાવાદ,
તા.૩/૫/૨૦૧૮

દલિત કિશોરને પોલીસ સ્ટેશન લાવીને માર મરાયાનો આક્ષેપ

અમદાવાદના સેટેલાઇટ પોલિસ સ્ટેશને વીતી રાતે દલિતોએ હોબાળો મચાવ્યો હતો. બીજી મેએ સવારે દલિત કિશોર બાઇક પર ટ્યૂશન જઇ રહ્યો હતો. તે દરમિયાન ટ્રાફિક પોલીસે તેને રોકીને લાયસન્સ માંગતા બોલાચાલી થઇ હતી. જે બાદ દલિત કિશોરને પોલીસ સ્ટેશન લાવીને માર મરાયાનો દલિતોએ આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ સાથે પરિવારજનો આનંદનગર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

પરંતુ પી.આઈ.એ. ફરિયાદ ન લેતા દલિત સમાજના લોકોએ પોલીસે સ્ટેશને એકઠા થઇને હોબાળો મચાવ્યો હતો. બાદમાં ફરિયાદ લેવાની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણા કર્યા હતા. દલિત પરિવારે પુત્રની ધોલાઇ કરનારા પોલીસ કર્મચારી સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી. જા ફરિયાદ નહી લેવાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY