ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં એલર્ટની જાહેરાત

0
10

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા.૩
ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના રાજ્યોમાં એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ પ્રચંડ વાવાઝોડુ, તોફાન અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ ૩૧ જિલ્લામાં પાંચમી મે સુધી એલર્ટ રહેવાની સૂચના જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઘણા વિસ્તારોમાં હજુ વરસાદી માહોલ રહી શકે છે.
હવામાન વિભાગના અધિકારીઓ પોતે પણ આ એકાએક પ્રચંડ તોફાનના કારણે આશ્ચર્યચકિત થયા છે. ઉત્તરપ્રદેશમાં મહેસુલી અને રાહત અધિકારી સંજય કુમારે કહ્યું છે કે, ૩૧ જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એલર્ટની સ્થિતિ હાલ યથાવત રાખવામાં આવશે. બીજી બાજુ ચાર ધામની યાત્રા ચાલી રહી છે ત્યારે ફરી એકવાર શ્રદ્ધાળુઓને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં જનજીવન ખોરવાઈ જવાની વાત પણ કરવામાં આવી છે. ચારધામની યાત્રામાં રહેલા લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની સ્થિતિના લીધે આ સ્થિતિ સર્જાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY