‘‘બેટી બચાવો બેટી પઢાઓ’’ અંતર્ગત સુરત જિલ્લાભરમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

0
86

સુરતઃ મંગળવારઃ
પ્રધાનમંત્રી દ્વારા ‘‘બેટી બચાવો બેટી પઢાઓ’’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લામાં ૦ થી ૬ વર્ષના દિકરા અને દિકરી વચ્ચેનો સેકસ રેશીયો ઓછો થાય તેવા જનજાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.રાજેશના માર્ગદર્શન હેઠળ ‘‘બેટી બચાવો બેટી પઢાઓ’’ અંગે જનજાગૃતિ લાવવા માટે સમગ્ર જિલ્લાના તાલુકાઓમાં હેલ્થ ઓફિસરો અને મેડીકલ ઓફિસરો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંગેની જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, મહિલા સંમેલનો, જનજાગૃતિ રેલીઓ, લધુ/ગુરુ શિબિરો, સ્કુલ કોલેજોમાં નિબંધ સ્પર્ધાઓ, વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામોની ગ્રામ પંચાયતોમાં લગાવવા માટે ગુડ્ડા ગુડ્ડી બોર્ડ બનાવવામાં આવ્યા હતા. બેનર્સ, હોર્ડીગ લગાવીને વિવિધ પ્રકારની બેટી બચાવો અંગેની જનજાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો યોજાયા હતા.
બેટી બચાવો બેટી પઢાઓ અંગે જનજાગૃતિ લાવવા માટેની કામગીરીમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, લોક આગેવાનો તથા સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી, જિલ્લા આર.સી.એચ.અધિકારી મહેન્દ્ર છારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એમ.લાખાણી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ, મેડીકલ ઓફીસરઓ તથા તમામ સુપરવાઈઝરો, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો જોડાય હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY