વાશિંગ્ટન,તા.૯
સાયબર સુરક્ષા અને ઇન્ટેલિજન્સ નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અઠવાડિયે ફરી ઝીંકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં ઇરાન હવે સાયબર હુમલા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ર૦૧પના પરમાણુ કરારમાંથી પીછેહઠ કરવામાં આવ્યા બાદ મે મહિનાથી જ ઇરાન દ્વારા સાયબર હુમલા કરવાને લઇ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાયબર સુરક્ષા અને ઇન્ટેલિજન્સ નિષ્ણાતોનું કહેવું છે કે હવે જ્યારે અમેરિકાએ તહેરાન વિરુદ્ધ આર્થિક પ્રતિબંધો ફરીથી લાગુ કરી દીધા છે ત્યારે ઇરાન દ્વારા સાયબર હુમલાનો ખતરો હવે અનેકગણો વધી ગયો છે. ઇરાને જાકે પોતાની સાયબર ક્ષમતાઓનો ઉપયોગ આક્રમક મકસદ માટે કરવાનો ઇનકાર કર્યો છે.
ઊલટાનો ઇરાને એવો આક્ષેપ કર્યો છે કે અમેરિકા અમને નિશાન બનાવશે, જાકે રેકોર્ડેડ ફ્યૂચર નામની એક સાયબર સુરક્ષા કંપનીએ જણાવ્યું હતું કે તેણે છેલ્લાં કેટલાંક સપ્તાહ દરમિયાન ઇરાનની ધમકીભરી ગતિવિધિ સાથે સંકળાયેલી વાતચીતમાં વધારો થતો જાયો છે.
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર કાર્યાલયમાં ઇરાનના પૂર્વ પ્રબંધન નોર્મરૂલે જણાવ્યું છે કે તેમનું માનવું છે કે ઇરાન સાયબર સ્પેસમાં હુમલા કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો ઉગ્ર વિરોધ કરશે. ઇરાન દ્વારા સાયબર હુમલા થઇ શકે છે એવા ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાં જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સતર્ક થઇ ગયું છે અને અમેરિકાના સાયબર નિષ્ણાતો ઇરાનની પ્રત્યેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખીને સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
જા ઇરાન પર સાયબર હુમલા કરે તો અમેરિકાની તમામ સેવાઓ ઠપ થઇ શકે તેમ છે, કારણ કે અમેરિકામાં તમામ કામગીરી ઓનલાઇન ચાલે છે. આ ઉપરાંત સાયબર હુમલા થવાથી અમેરિકાનું અર્થતંત્ર પર પ્રભાવિત થઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




