દહેરાદૂન,તા.૨૮
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી નવેમ્બરે કેદારનાથના દર્શન કરવા જશે અને કેદારપુરીના પુનઃનિર્માણની યોજનાની સમીક્ષા કરશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. છઠ્ઠી નવેમ્બરે મોદી અહીંના જાલી હવાઈમથકે આવી પહોંચશે અને ત્યાંથી હૅલિકાપ્ટરમાં કેદારનાથ જશે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાનની કેદારનાથની મુલાકાત નિશ્રિ્ચત જ છે, પરંતુ તેમની આ પ્રસ્તાવિત મુલાકાતનું અંતિમ સમયપત્રક હજુ સુધી મળ્યું ન હોવાનું તેમણે કહ્યું હતું.
અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે વડા પ્રધાન ૯ નવેમ્બરે વિખ્યાત કેદારનાથ મંદિરની મુલાકાત લેશે. ગયા વરસે મોદી કેદારપુરી ખાતે શીલારોપણવિધિમાં હાજર રહ્યા હતા.
કેદારપુરી નવનિર્માણ યોજના મોદીની પ્રાથમિકતાની યાદીમાં છે. સમયાંતરે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ યોજનાને મામલે કેટલી પ્રગતિ સધાઈ એ અંગેની માહિતી મેળવતા રહે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




