અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાનો કહેર, અત્યાર સુધીના ૩૧નાં મોત

0
13

કેરોલિના,તા.૧૮
અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિના સ્ટેટમાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે સોમવારે કેરોલિનાના નાના શહેરો છેલ્લાં ૪૮ કલાકમાં થયેલા વરસાદના કારણે નાના ટાપુમાં ફેરવાઇ ગયા છે. અહીં છેલ્લાં ૪૮ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અહીંની મોટાંભાગની નદીઓના પાણીના સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યા હતા. લુમ્બર નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં ૨૫ ફૂટ (૩૦૦ ઇંચ) સુધી પાણી ભરાયા હતા. જે ૨૦૧૬માં આવેલા મેથ્યુ વાવાઝોડાંની સરખામણીએ એક ફૂટ વધારે છે. શુક્રવારથી અત્યાર સુધી ફ્લોરેન્સ વાવાઝોડાંમાં મૃત્યુઆંક ૩૨એ પહોંચ્યો છે. નોર્થ કેરોલિનામાં પણ હવે વાવાઝોડાંના કારણે ઇતિહાસનું સૌથી વિનાશક પૂર આવવાનીશક્યતાઓ છે. સ્થાનિક ઓથોરિટીએ સોમવારે અહીં ૧૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યું છે.
નોર્થ કેરોલિનાના લ્યુમ્બર્ટનમાં આવતા મોટાંભાગના ટાઉનમાં હાલ પૂરની સ્થિતિ છે. રસ્તાઓમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રક અને એસયુવી જેવી કાર પણ ચલાવી શકાય તેવી સ્થિતિ નહીં હોવાના કારણે રેસ્ક્યુવિત ઓપરેશન મુશ્કેલ બની રહ્યું છે.
લ્યુમ્બર્ટનના મોટાંભાગના મકાનોમાં લોકોએ સ્થળાંતર કરવાનું ટાળ્યું હતું. તેઓના મકાનો હાલ કાદવવાળા પાણીમાં ફસાયેલા છે. આ શહેરમાં જ ફ્લોરેન્સ સૌથી પહેલાં ત્રાટર્કવ્યુંહતું. ભારે પવન અને વરસાદ ઉપરાંત કેપ ફિઅર નદીનું જળસ્તર વધવાના કારણે અહીંના લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હાલ ફ્લોરેન્સ યુએસ નોર્થઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY