અમેરિકામાં હિન્દી ભાષા સૌથી વધુ બોલાય છે,બીજા નંબરે ગુજરાતી

0
9

વાશિંગ્ટન,તા.૨૧
અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભાષા તરીકે હિન્દી પ્રથમ ક્રમે છે જયારે ગુજરાતી બીજા અને તેલુગુ ત્રીજા ક્રમે બોલાતી ભાષા રહી છે. જાકે, અમેરિકામાં હિન્દી બોલનારાઓની ટકાવારી વધતી જાય છે. વર્ષ ૨૦૧૦ના અહેવાલ અનુસાર તો તુલના કરવામાં આવે તો તેલુગુ બોલનારાઓની ટકાવારી વધતી જાય છે. અમેરિકામાં વસતી ભારતીય પ્રજામાંથી ૮૬ ટકા લોકો તેલુગુ ભાષામાં વાતચીત કરે છે, અમેરિકન કોમ્યુનિટી સરવે તથા યુએસ સેનસસ બ્યૂરોના અભ્યાસ પરથી અમેરિકાની ૨૧.૮ ટકા પ્રજા જેઓનો અમેરિકામાં જન્મ થયો છે, બહારથી આવીને વસેલા છે અને પ્રવાસીઓ છે એ તમામ અંગ્રેજી સિવાયની ભાષાને બોલવાનું પસંદ કરે છે.
અમેરિકાની કુલ વસ્તી ૩૦.૫ કરોડમાંથી ૬.૭ કરોડ લોકો અમેરિકાની ધરતી પર વિદેશી ભાષા બોલીને સંદેશાવ્યવહાર કરે છે. માત્ર માર્કેટમાં જ નહીં પણ ઘરમાં પણ લોકો પોતાના દેશની ભાષામાં વાતચીત કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં ૩૦.૩ કરોડ લોકો ઘરે ફોરેન લેગ્વેજ બોલતા હતા. આ વખેતના સરવેમાંથી જાણવા મળ્યું હતું કે, અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ભારતીય હિન્દી ભાષાને વધુને વધુ લોકો બોલી રહ્યા છે. જયારે આ સરવેમાં ગુજરાતી બીજા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા રહી છે.
અમેરિકામાં હિન્દી બોલતા લોકોની સંખ્યા ૮ લાખથી પણ વધારે છે. એવું સરવેમાંથી જાણવા મળ્યું છે. સમગ્ર અમેરિકામાં ૮.૬૩ લાખ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ ૪.૩૪ લાખ લોકો અમેરિકાની ઘરતી પર ગુજરાતી બોલી રહ્યા છે. આ પછી ૪.૧૫ લાખ સાથે તેલુગુ ભાષાનો ઉપયોગ કરતા લોકોનો ક્રમ આવે છે. સેન્ટ્રલ ઇમિગ્રેશન સ્ટડીમાં વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૭ વચ્ચે તુલના કરવામાં આવી હતી. જેમાં ભાષાનું પાસુ મુખ્ય હતું. વર્ષ ૨૦૧૦થી સાત વર્ષના સમયગાળામાં તેલુગુ બોલનારાઓની સંખ્યા વધી છ

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY