અંબાજી ખાતે ગબ્બરના ઢાળ પર રિક્ષા પલટી જતાં સરસપુરના દાદા-પૌત્રનાં મોત

0
1

અમદાવાદ,તા.૨૧
શહેરનાં સરસપુર વિસ્તારમાં રહેતો પરિવાર ગઇ કાલે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરી બાલારામ ચામુંડા મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે ગબ્બરના ઢાળ પર રિક્ષા પલટી જતા રિક્ષામાં બેઠેલા દાદા-પૌત્રનાં મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઇજા થતા અંબાજીની ખાનગિ હોસ્પિતલ્ માં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સરસપુર શારદાબહેન હોસ્પિતલ્ નિ બાજુમાં આવેલી કોટવાલિયા જજસાહેબની ચાલીમાં રહેતા ભરતભાઇ પટણી તેમના પિતા, પત્ની, પુત્ર અને ભાઇ સાથે રિક્ષા લઇ અંબાજી દર્શન કરવા ગયા હતા.
ગઇ કાલે સાંજે ૬-૩૦ની આસપાસ તેઓ અંબાજી મંદિરે દર્શન કરી બાલારામ ચામુંડા માતાના દર્શન કરવા જતા હતા ત્યારે ગબ્બર પાસે ઢાળમાં રિક્ષા પલટી ખાઇ જતા રિક્ષામાં સવાર લક્ષ્મણભાઇ પટણી (ઉ.વ.૭૦) અને જીગર પટણી (ઉ.વ.૭)ને શરીરે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે મોત થયાં હતાં.
જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય ચારને ઇજા થતા તેઓને સારવાર માટે અંબાજીની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. અંબાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY