અમેરિકાનું વારશિપ દ.ચીન સાગરના વિવાદાસ્પદ દ્ધીપો નજીક દેખાતાં ખળભળાટ

0
16

વાશિંગ્ટન/બીજિંગ,તા.૧
ટ્રેડ વોરને લઈને છેલ્લા કેટલાક સમયથી એકબીજાની સામ સામે પડેલા અમેરિકા અને ચીન સામસમે છે. હવે દક્ષિણ ચીન સાગર મામલે બંનેના સંબંધો વધારે વણસે તેવી શકિયતા છે. અમેરિકાનું એક વોરશિપ (યુદ્ધપોત) દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ દ્વીપો નજીક દેખાયું છે. અમેરિકાના બે અધિકારીઓએ લક્ષ્યભેદી મિસાઈલ ડિસ્ટ્રોયર યૂએસએસ ડેકાટૂર સ્પ્રેટલી દ્વીપના ગેવન અને જ ઓનસન ચટ્ટાનોની નજીક ૧૨ માઈલના વિસ્તારમાં જાવા મળ્યું હતું.
અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકી સેના દક્ષિણ ચીન સાગર સહિત હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દૈનિકરૂપે પોતાનું અભિયાન ચલાવી રહ્યું છે. તમામ અભિયાન આંતરરાષ્ટ્રીય નિયમો અનુંસાર ચાલી રહ્યાં છે. દેખાઈ રહ્યું છે કે, જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કાયદો મંજૂરી આપે છે તે દરેક જગ્યાએથી અમેરિકા ઉડાન ભરી શકે છે, ડિસ્ટ્રોયર મોકલી શકે છે અને બીજા પણ અભિયાનો ચલાવી શકે છે.
ચીન આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક જતાવે છે. તેવામાં અમેરિકાએ અહીં પોતાનું ડિસ્ટ્રોયર મોકલતા ચીને અમેરિકાને ચેતવણી આપી છે. ચીને અમેરિકા પર આ વિસ્તારમાં તણાવ ઉભો કરવાનો આરોપ પગાવ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધ ખરાબ કરવાનો દોષ બેઈજીંગે વોશિંગ્ટન દોષ મઢી તેને અપરિપક્વ હોવાનો અને પરિણામો ભોવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, ચીન પોતાના વિસ્તારમાં સૈન્ય ઘુષણખોરીનો વિરોધ કરે છે અને તે દક્ષિણ ચીન સાગરમાં પોતાના અધિકારો તથા હિતોની રક્ષા માટે જરૂરી પગલા ભરશે.
મંત્રાલયના પ્રવક્તા રેન ગુઆકિયાંગે એક વાતચીતામાં કહ્યું હતું કે, તેઓ અમેરિકા પાસે યોગ્ય તથા પરિપક્વ વ્યવહાર કરવાની અને દ્વિપક્ષીય સંબંધોમાં સુધાર માટે પગલા ભરવાની માંગણી કરે છે. અમે અમેરિકાને ચીન સાથે મળીને કામ કરવાનો આગ્રહ કરીએ છીએ. બીજી બાજુ વ્યાકપ હીતોના ટકરાવને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક હિતોને લઈને સંબંધોમાં તિરાડ આવી છે.
આ અગાઉ ગત ગુરૂવારે જ અમેરિકાએ આ દરિયાઈ ક્ષેત્રમાંથી ખતનાક બોમ્બર વિમાનો ઉડાડ્યાં હતાં. જેને લઈને પણ ચીને આકરા શબ્દોમાં અમેરિકાની ઝાટકણી કાઢી હતી અને તેનો ગંભીર વિરોધ નોંધાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY