ન્યુ દિલ્હી,તા.૧
આગામી દિવસો દરમિયાન દેશમાં યોજાનાર ચૂંટણીઓને ધ્યાનમાં લઇને એનએસજીએ પોતાના વીઆઇપીઓ માટેનું સુરક્ષા કવચ અને હથિયારો અપગ્રેડ કરીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ને સમાંતર કર્યા હતા. એનએસજી ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને અનેક રાજ્યના મુખ્ય પ્રધાનોને સુરક્ષા પૂરી પાડે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રાસવાદ વિરોધી અલાયદા દળે ક્લોઝ પ્રોટેક્શન ફોર્સ (સીપીએફ) પ્રોટોકોલ અપનાવીને પોતાની કવાયતમાં મોટે પાયે ફેરફાર કર્યો હતો, જેથી તેઓ ઝેડ પ્લસ સુરક્ષા મેળવતા ડઝનેક જેટલાં વીઆઇપીઓને બ્લેક કેટ કમાન્ડોની સઘન સુરક્ષા પૂરી પાડી શકે.
આ ફેરફાર બાદ એનએસજી કમાન્ડો અગાઉ વીઆઇપીઓને જ્યારે તેઓ એક સ્થળેથી બીજે સ્થળે જતાં ત્યારે જ સુરક્ષા પૂરી પાડતા હતા, પણ હવે દર વખતે જ્યારે વીઆઇપી જાહેરમાં જશે ત્યારે એમને ક્લોઝ બોડી સુરક્ષા કવચ આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




