અમેરિકાની ધમકી-ઈરાનનું તેલ,ભારત પાસે બીજા વિકલ્પ છે ખરો..!!?

0
30

પાંચ નવેમ્બરનો દિવસ ઊગવામાં ઝાઝા દિવસ બાકી નથી. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એવી ચીમકી-દાટી આપી છે કે, ચાર નવેમ્બર પછી કોઈ દેશ જા ઈરાન પાસેથી ક્રૂડ તેલ ખરીદશે તો એની સામે અમેરિકા કડક કાર્યવાહી કરશે. અમેરિકાના પ્રમુખને એ વાતની બહુ સારી રીતે જાણ છે કે, ઈરાનમાંથી સૌથી વધારે ક્રૂડ ઓઈલની આયાત કરવામાં ચીન પછી ભારત બીજા ક્રમે છે અને તે એની કિંમત ડાલરમાં નહીં પણ પોતાના રૂપિયામાં ચૂકવે છે. એ સિવાય ઈરાનમાંથી તેલની આયાત કરવામાં દક્ષિણ કોરિયા બાદ તુર્કી ચોથા સ્થાને છે. હાલના તબક્કે અમેરિકાના પ્રતિબંધને માનવાનો ઈનકાર કરનારા દેશોમાં ચીન, ભારત અને તુર્કી અમેરિકા સામે મોરચો બાંધનારા દેશોમાંના હોવાનું લાગી રહ્યું છે. ભારતે વળી, એક રસ્તો એવો પણ પસંદ કર્યો છે કે, જે રાષ્ટ્રો અમેરિકન ક્લબના સભ્યો નથી તેઓ ઈરાનને ચુકવણી તેમના ચલણ દ્વારા પાઠવે. જ્યારથી આ ધમકીનો આરંભ થયો છે ત્યારથી ભારતે તુર્કીની એક બૅંકના મારફત યુરોમાં ચુકવણી કરી છે.
ઈરાન પાસેથી ભારત દરરોજ ૫૭૭ હજાર બૅરલ તેલ ખરીદે છે. આ પ્રતિબંધ પછી વિકલ્પ શો છે એ અમેરિકા જણાવતું-કહેતું નથી. એનું તો એવું કહેવું છે કે, ‘બસ, અમે પ્રતિબંધ લગાડી દીધો એટલે ઈરાન પાસેથી તેલ લેવાનું નથી.’ અમેરિકાની આ ‘ભાઈગીરી’ને કેવી રીતે રોકી શકાય એ વિશે કોઈ સંગઠિત પ્રયાસ નથી કરાઈ રહ્યા-નથી થઈ રહ્યા. એમ તો ભારત જણાવી ચુકવ્યું છે કે, ‘અમે કોઈ પણ દેશના એકપક્ષીય પ્રતિબંધને માનતા નથી.’ આમ કહેવાના બદલામાં ‘જાઈ લઈશું’નો દમ ભારતને મારવામાં આવ્યો જ છે. ઈટાલી, જાપાન, યુએઈ, સ્પેન, ફ્રાન્સ અને ગ્રીસ એવા રાષ્ટ્રો છે જેઓ આ વણનોતરી મુસીબતને મોઢામોઢ થઈ રહ્યા છે, સામનો કરી રહ્યા છે.
બ્લૂમબર્ગનો ટેંકર ટ્રેકિંગ ડાટા જણાવે છે કે, દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોઆ મહિનાથી અંતથી ‘ઝીરો ઈમ્પોર્ટ’ કરવાના છે એટલે કે આ દેશો ઈરાન પાસેથી ઓઈલ લેશે નહીં. જોક્ર, એક બાતમી એવી પણ આવી છે કે, ટ્રમ્પનું વહીવટી તંત્ર જાપાનને છૂટ આપવા બાબતે સહમત થયું છે તો પછી બીજા રાષ્ટ્રોને છૂટ કેમ નહીં? આ સવાલનો જવાબ અમેરિકા આપતું નથી. આૅક્ટોબર મહિનાના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ક્રૂડની કિંમત પ્રતિ બૅરલના ૧૦૦ ડાલર થવાની આશંકા અત્યારથી જ થવા લાગી છે. એપ્રિલ ૨૦૧૮થી ટ્રમ્પની વક્રદૃષ્ટિ ઈરાન પર પડી છે. આ મામલાનું કારણ સાંભળતાં એમ લાગે છે કે કીયાંક ઈઝરાયલની યહૂદી લિન્કે આ આગમાં ઈંધણ નાખવાનું કામ કર્યું છે. એવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પની મધ્ય-પૂર્વ રાષ્ટ્રો સંબંધી નીતિ એમના જમાઈ જેરેડ કુશનરના જારે-ઈશારે ચાલી રહી છે.
અમેરિકા સાથેની લડાઈ એક તરફ છે અને ઈરાન સાથેનો સંબંધ બગડી જવાનું જાખમ બીજી તરફ છે. ઈરાનના પ્રમુખ હસન રૂહાની ફેબ્રુઆરી, ૨૦૧૮માં ભારત આવ્યા હતા. એ સમયે ઈરાન-ભારતની વચ્ચે નવ કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં ડિપ્લોમેટિક પાસપોર્ટધારકોને વીસામાં છૂટ, બેવડા કરવેરામાંથી ઉગારો, પ્રત્યર્પણ, ચાબહાર-જાહેદાન રેલવે લાઈન બનાવવા વિશે, પોસ્ટલ સુવિધા, કૃષિ-પારંપરિક ઔષધિનાં ક્ષેત્રમાં બેઉ પક્ષે સહકાર, ઈરાનમાં રૂપિયામાં રોકાણ, ચાબહારના શાહિદ બેહેશ્તિ બંદરને ૧૮ મહિના માટે લિઝ પર આપવાની બાબતોનો સમાવેશ થતો હતો. આ મુલાકાત દરમિયાન ફરઝાદ ઓઈલ તથા ગેસ ફિલ્ડ પર સહમતી થઈ ન શકી કે ટળી ગઈ. આ બાબતે હસન રૂહાનીની ભારત મુલાકાતની રોનક ઝાંખી પડી હતી.
આ હોહાની સ્થિતિ જાતાં સાઉદી અરેબિયાએ તેલનું ઉત્પાદન વધારી નાખ્યું છે. આ કામ એ દેશે જૂન મહિનાથી જ શરૂ કરી દીધું હતું. સાઉદી અરેબિયાને લાગે છે કે વધારે કિંમતે તેલનું વેચાણ કરવાથી ભૂતકાળમાં થયેલી અર્થિક નુકસાની ભરપાઈ કરી શકાશે. તેલ ઉત્પાદક દેશોના ૧૫ સભ્યો ધરાવતા સંગઠન ‘ઓપક’ની વ્યૂહરચના પણ ખાસ સ્પષ્ટ નથી. સાઉદી અરેબિયા, રશિયા, વેનેઝુએલા, અંગોલા, લિબિયા, નાઈજિરિયા જેવા અગ્રણી રાષ્ટ્રોએ કાચા તેલનું ઉત્પાદન ફરીથી ઘટાડી કેમ નાખ્યું છે એ પણ એક રહસ્ય છે. આ દેશો શું કિંમતમાં વધારો ઈચ્છે છે? આવી પરિસ્થિતિ સાથે ભારત કેવી રીતે કામ પાર પાડે? આ સવાલનો જવાબ મળવો હજી બાકી છે. વળી, ચૂંટણી માથા પર છે!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY