મુંબઇ,તા. ૨૩
બોલિવુડમાં તાપ્સી પણ હવે એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ મોટી ફિલ્મો છે. જે પૈકી તેની સૌથી પહેલા ફિલ્મ મુલ્ક ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રતિક બબ્બર અને રિશિ કપુરની ભૂમિકા છે. જ્યારે ૨૧મી સપ્ટેમ્બરના દિવસે મનમર્જિયા રજૂ કરાશે. તડકા નામની તેની ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવનાર છે. તાપ્સી બોલિવુડમાં હવે સારા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. તેની પાસે જે જે ફિલ્મો રહેલી છે તેમાં અભિષેક બચ્ચન અને વિકી કોશળ અભિનિત ફિલ્મ મનમર્જિયાનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તે આશાવાદી છે. નવી ફિલ્મમાં તાપ્સી અને વિકી નજરે પડનાર છે. આ સંબંધમાં નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. આ એક ત્રિકોણીય પ્રેમ સ્ટોરી ફિલ્મ હોવાની માહિતી મળી છે. અનુરાગ કશ્યમની ફિલ્મ માટે નિર્દેશક તરીકે પસંદગી કરવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ છે. ફિલ્મના શુટિંગને વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવનાર છે. તાપ્સી અને વિકી કૌશલ ફિલ્મમા લીડ રોલમાં કામ કરી રહ્યા છે. લવ સ્ટોરીને આગળ વધારી દેવા માટે ફિલ્મની ટીમ બીજા અભિનેતાની શોધ કરી ચુકી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ હવે હિમાચલ પ્રદેશમા કરવામાં આવનાર છે. ફિલ્મની ટીમ હાલમાં લોકેશનને લઇને પણ આગળ વધી રહી છે.ફિલ્મનુ શુટિંગ સતત કરવામા આવી રહ્યુ છે. તાપ્સી છેલ્લે વરૂણ ધવનની ફિલ્મ જુડવા-૨ ફિલ્મમાં રજૂ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરી ગઇ હતી. ફિલ્મમાં તાપ્સીની સાથે જેક્લીનની પણ ભૂમિકા હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





