હાલના તબક્કે આખા દેશમાં જા કોઈ રાષ્ટ્રીય સમસ્યાઓ હોય તો એ છે મીટૂ અને સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ અથવા પ્રવેશબંધી. સમગ્ર દેશ, તમામ મીડિયા આ બે બાબતો પર જ ધ્યાન રાખીને બેઠું છે. બીજા કોઈ મુદ્દા કે સીધા આપણા દેશની જનતા સાથે, દેશની પ્રગતિ, વિકાસ, સુરક્ષા સાથે જાડાયેલા છે તેમની કોઈને પડી નથી. મીડિયામાં તો મીટૂનો એવો મારો ચાલ્યો છે કે સહુને લાગે છે કે આ દેશના તમામ પુરુષો પાસે મહિલાઓને કનડવા સિવાય કોઈ કામ જ નથી. દરરોજ કોઈ નવો પુરુષ મીટૂનો શિકાર થઈ રહ્યો છે. કોઈ પણ મહિલાની સાથે અણછાજતું વર્તન કરવું કે તેને માનસિક, શારીરિક ત્રાસ આપવો એ ગુનો જ છે. એવા ગુનેગારને માફ કરી શકાય જ નહીં, પરંતુ આ સજા મીડિયા દ્વારા ન અપાવી જાઈએ કે આ ટ્રાયલ પણ મીડિયામાં તો ન જ ચાલવી જાઈએ. જેમની સાથે પણ આવો દુર્વ્યવહાર થયો હોય. એમણે સીધા પોલીસમાં જ જવું જાઈએ. કોઈ પણ ગુના માટે આપણા દેશમાં પોલીસખાતું છે. પોલીસમાં ગયા વગર માત્ર મીડિયા ટ્રાયલનો કોઈ અર્થ નથી. હાલમાં જ એક મહિલાના કારણે એક જાણીતા અખબારના તંત્રીએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી, તો મીટૂના ડરથી કંટાળીને અનિર્બાન નામની એક વ્યકિતએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુકા ભેગું લીલું પણ બળે તેવી પરિસ્થિતિ મીટૂને કારણે પેદા થઈ છે. વળી આ દેશમાં મીટૂ અને સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ સિવાય પણ ઘણા ગંભીર મુદ્દા છે. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલનો ભાવવધારો, રૂપિયાની ઘટતી કિંમત એ બધી સમસ્યાઓ વધુ ગંભીર છે. સ્ત્રીને એક શકિત તરીકે પૂજવું એ આપણી સંસ્કૃતિ છે. સો ટકા કેટલીક ઘટનાઓ એવી બની રહી છે કે જેને કારણે આ દેશના પુરુષવર્ગને નીચાજાણું થાય પરંતુ બધા એવા નથી જ. જેની સામે કોઈ પૂર્વગ્રહને કારણે કોઈ મહિલાએ મીટૂની ઝુંબેશ ચલાવી હોય તો તે પુરુષની, તે પુરુષના પરિવારની શું હાલત થાય? વળી તમે માત્ર આક્ષેપોને આધારે કેવી રીતે ખટલો ચલાવી શકો? કોઈ પણ પીડિત મહિલાને ન્યાય મળવો જ જાઈએ, પરંતુ મીડિયા દ્વારા નહીં, સંપૂર્ણ પોલીસ તપાસ બાદ આ દેશની અદાલત દ્વારા જ.
હમણાં જ એક અહેવાલમાં જણાવાયું હતું કે કુપોષણને કારણે કેટલાંક બાળકોનાં મોત થયાં છે. દરરોજ કેટલાંય બાળકો ભૂખ્યાં સૂઈ જાય છે, કેટલાંય બાળકોના માથે છત નથી, અનેક બાળકો ભણતર નથી મેળવી શકતાં, અનેક ઘરમાં દસ બાર વર્ષની દીકરીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરી રહી છે. આપણી પ્રાથમિકતા શું હોવી જાઈએ? આ બધાને એક સારું ભવિષ્ય આપવાની કે મીટૂનો શિકાર થયેલી કોઈ મહિલા વિશે ચર્ચા કરવાની? કોઈ એક મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળે કે ન મળે તે જાવાની? આપણે વિચારવું જાઈએ કે આ બધું અચાનક જ કેમ સામે આવ્યું? આપણું ધ્યાન આપણે જે સમસ્યાઓથી ઘેરાયેલા છીએ તેનાથી બીજે દોરવાની કોશિશ તો નથીને? એમ હોય તો આપણે સો ટકા વિચારવાની જરૂર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



