બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિની ઉજવણી કરનારા જ્યોર્જ મેન્ડોન્સાનું ૯૫ વર્ષે નિધન

0
6

વાશિંગ્ટન,તા.૧૯
બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ જ્યારે ેંજી નેવીનાં જવાન ૧૪ ઓગષ્ટ ૧૯૪૫નાં રોજ પરત ફર્યા તે સમયે જ્યોર્જ મેન્ડોન્સાએ ટાઇમ સ્ક્વેર પર યુદ્ધ સમાપ્તિની ઉજવણી કરતાં ત્યાં હાજર એક મહિલા નર્સને કિસ કરી હતી. આ સમયની તસવીર આખી દુનિયામાં પ્રખ્યાત થો હતો. ટાઇમ સ્કેવર પર નેવીનાં જવાન દ્વારા નર્સને કિસને લાઇફ મેગેઝિન દ્વારા તેનાં કવર પેજ ર લેવામાં આવ્યો હતો.
મેન્ડોન્સા ૯૫ વર્ષનાં હતાં અને તેમનાં ૯૬માં જન્મ દિવસનાં બે દિવસ પહેલાં જ તેમનું નિધન થઇ ગયુ હતું. તેમની દીકરી શેરોન મોલેર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. રવિવારે સવારે જ્યોર્જ મેન્ડોન્સા તેમનાં મિડલટાઉન આઇલેન્ડનાં ઘરે પડી ગયા હતાં. ત્યારથી તેઓની તબિયત નાદુરસ્ત હતી અને સોમવારે મોડી સાંજે તેઓ આ દુનિયાને અલવિદા કહી ચુક્વ્યા છે.
જ્યોર્જ મિડલટાઉનમાં તેમની ૭૦ વર્ષની પત્ની સાથે રહેતા હતાં. અને તેમનાં ૯૬માં જન્મ દિવસ પહેલાં જ તેઓ આ દુનિયાને અલવિદા કહી ચુક્્યા છે.
મેન્ડોન્સા US નેવીનાં યુનિફોર્મ નાવિક હતાં. જેમનો ૧૪ ઓગષ્ટ,૧૯૪૫નાં ટાઇમ સ્ક્વેર પર બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ પરત ફર્યાની ઉજવણી કરી હતી. જાપાને અમેરિકા સામે શરણાગતી સ્વિકાર્યા બાદ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો. આ તસવીર એલફ્રેડ આઇસેન્સટેન્ટ દ્વારા લાઇફ મેગેઝિનમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. અને ૨૦મી સદીમાં આ તસવીર વિશ્વભરમાં પ્રખ્યાત થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY