વારાણસી લોકસભા બેઠક : વડાપ્રધાન મોદીની સામે ૧૦૦ ઉમેદવારો મેદાનમાં

0
9

વારાણસી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ટક્કર લેવા માટે ત્રણ દિવસ સુધી સસ્પેંસ રાખ્યા બાદ કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધી ભલે પાછળ ખસી ગઈ હોય પણ કેટલાક ઉમેદવારો આ લોકસભા ચૂંટણીમાં મોદીને ટક્કર આપવા માટે તૈયાર છે. આવા ઉમેદવારોનો આંકડો ૧૦૦ને પાર થઈ ગયો છે. ૩૦ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી લીધું છે. સાતમા તબક્કાનું મતદાન તા. ૧૯ મે ના રોજ યોજાશે, જેમાં વારાણસી સંસદીય સીટ માટે ઉમેદવારી પત્રકના પાંચમા દિવસે મોદી સહિત ૧૬ લોકોએ ફોર્મ ભર્યું હતું. આ રીતે કુલ ઉમેદવારોની સંખ્યા ૩૧ સુધી પહોંચી છે.
મોદીને ટક્કર આપનારા કુલ ૧૦૬ લોકો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે. ૭૩ લોકોને ફોર્મની સાથોસાથે બીજી રિસિપ્ટ પણ મળી ચૂકી છે. પાંચમા દિવસે મોદી સામે ચૂંટણી લડવા માટે ઉત્તરાખંડના હરિદ્વારથી સુનિલ કુમાર (અપક્ષ), મધ્ય પ્રદેશના જબલપુરથી રામકુમાર (અપક્ષ), તામિલનાડુંના પેરુમલાથી જીવનકુમાર ઉલૈયા (બહુજન દ્રવિડ પાર્ટી), મહારાષ્ટ્રથી અરુણ ભાઉરાવ નિટુરે (રાષ્ટ્રીય કિસાન બહુજન પાર્ટી), ચંદૌલીથી વિનોદ, મધ્ય પ્રદેશથી ભયતસેન, બિહારના સીતામઢથી ચંદ્રિકા, ફૈઝાબાદથી બજેન્દ્ર દત્ત ત્રિપાઠી (આદર્શવાદ કોંગ્રેસ પાર્ટી), મહારાષ્ટ્રથી વિનય બામ્બોડે (અપક્ષ)એ ફોર્મ ભર્યું છે.
વારાણસીમાંથી પણ ઉમેદવારોની કોઈ અછત નથી. વારાણસીમાંથી અરવિંદસિંહ ચટ્ટાન, નિર્મલા કુદદિપ ત્રિપાઠી, પરવેઝ કાદિર ખાન, ધુરંધરસિંહ, અભિષેક કુમાર નિગમે ફોર્મ ભર્યા છે. આ વખતે લોકસભાની સીટ પરથી ૩૧ લોકોએ ફોર્મ ભરીને મોદીને ટક્કર આપવાનું નક્કી કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY