વાશિંગ્ટન,તા.૧૪
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હજુ વધુ શકી છે. ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા બાદ સૈન્ય દબાણ બનાવવા માટે અમેરિકા મધ્ય-પૂર્વ એશિયામાં ૧ લાખ ૨૦ હજાર જવાનોની સૈન્ય ટુકડીને તહેનાત કરવા જઈ રહ્યું છે.
ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથેની બેઠકમાં પૈટ્રિક શાહનગાને પોતાની સૈન્ય યોજના રજૂ કરી હતી. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે, જો ઈરાન અમેરિકી સેના પર હુમલાનો પ્રયાસ કરે, કે પછી પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારશે તો, અમેરિકી સેના તેનો જવાબ આપવા માટે તૈયાર રહેશે.
એકબાજુ અમેરિકા અફઘાનિસ્તાન અને સીરિયામાંથી પોતાની સેનાને પરત ખેંચી રહી છે. તો મધ્ય-પૂર્વ એશિયામાં આટલાં મોટા પાયે સેનાની તહેનાતીને લઈ સમગ્ર દુનિયા હેરાન છે.
જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે, શું તે ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છે છે? તો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, જોઈએ છે ઈરાન સાથે શું થાય છે. જો તે કાંઈ કરશે તો, આ બહુ મોટી ભૂલ હશે.
સીનિયર અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, હજુ આ સૈન્ય યોજના પ્રાથમિક અવસ્થામાં છે. પણ આ દર્શાવે છે કે, ઈરાનનો ખતરો કેટલો ગંભીર બની ચુકવ્યો૨૦૦૩માં ઈરાક પર હુમલો કરવા માટે મોકલાયેલી અમેરિકી સૈન્ય ટુકડી જેટલાં જ સૈનિકો અમેરિકા મધ્ય-પૂર્વ એશિયામાં મોકલી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




