જેટ એરવેઝના સીઇઓ વિનય દુબેએ રાજીનામું આપ્યુ

0
6

મુંબઇ,તા.૧૪
જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ અને સીએફઓ અમિત અગ્રવાલ બાદ સીઈઓ વિનય દુબેએ પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. એરલાઈને સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. જેટે અગ્રવાલના રાજીનામા માટે વ્યકિતગત કારણ જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે ૨૦૧૫માં એરલાઈ જાઈન કરી હતી. છેલ્લા એક મહિનામાં જેટના મોટા ભાગના બોર્ડ મેમ્બર પણ રાજીનામા આપી ચુકવ્યા છે.
બીએસઈ પર શેર મંગળવારે ૧૨.૪૪ ટકા ઘટીને ૧૨૨.૧૦ રૂપિયા પર આવી ગયો. એનએસઈ પર શેર ૧૩ ટકા ઘટીને ૧૨૧ રૂપિયા સુધી નીચે ગયો હતો. જાકે નીચેના સ્તરેથી થોડી રિકવરી થઈ ગઈ.
આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે ૧૭ એપ્રિલે અચોક્કસ મુદત સુધી સંચાલન બંધ કર્યું હતું. એરલાઈનનો ૭૫ ટકા હિસ્સો વેચવ માટે લેન્ડર્સ બેન્કોએ બોલીઓ મંગાવી હતી. છેલ્લી બોલી માત્ર એતિહાદે જમા કરી હતી. જોકે તે પણ મોટો હિસ્સો લેવા માંગતી નથી. તેની પાસે જેટના ૨૪ ટકા શેર પહેલેથી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY