કેમિકલ અટેક: સીરિયા પર અંતે અમેરિકાના ભીષણ હવાઇ હુમલા

0
147

દમિશ્ક,તા. ૧૪
નિર્દોષ નાગરિકો, માસુમ બાળકોને ટાર્ગેટ બનાવીને તાજેતરમાં જ કરવામાં આવેલા કેમિકલ અટેક બદલ સીરિયન પ્રમુખ બસર અસદને બોધપાઠ ભણાવવાના હેતુથી અમેરિકાના નેતૃત્વમાં આજે ગઠબંધન દ્વારા સીરિયામાં ભીષણ હવાઇ હુમલા શરૂ કરવામા આવ્યા હતા. આની સાથે જ વિશ્વમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ હવાઇ હુમલાની સીધી અસર તમામ જગ્યાએ અને ક્ષેત્રોમાં હવે દેખાનાર છે. સીરિયામાં અમેરિકાએ ફ્રાન્સ અને બ્રિટનની સાથે મળીને હવાઇ હુમલા શરૂ કરી દીધા છે. સીરિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા આંતર વિગ્રહ અને રક્તપાતના દોરમાં ૩૫૦૦૦૦ લોકોના મોત થઇ ચુક્યા છે. સીરિયા સતત સંઘર્ષના કારણે બરબાદ થઇ ગયુ છે. અમેરિકાના હુમલા સંબંધમાં માહિતી આપતા અસદ તરફી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હુમલા દરમિયાન સીરિયામાં ૩૦થી પણ વધારે મિસાઇલ ઝીંકવામાં આવી છે. નુકસાન અંગે વાત કરતા અસદ સરકારે આ મુજબની વાત કરી છે. દરમિયાન સીરિયાના સ્ટેટ મીડિયાના હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકા સહિતના દેશોના હુમલા ગેરકાયદે છે. સીરિયન સરકાર સામે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સંયુક્ત રીતે હવાઇ હુમલા કર્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને નામ પોતાના સંબંધમાં કહ્યુ છે કે અસદ સરકાર દ્વારા પોતાના લોકો પર જ રસાયણિક હુમલા કરવામાં આવ્યા છે. જે ખુબ આઘાતજનક છે. રસાયણિક હુમલા અને હથિયારો રાખવા બદલ સીરિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે સીરિયામાં કેમિકલ હુમલા કરવામાં આવ્યા બાદ હિંસામાં સતત વધારો થઇ રહ્યો છે. ટ્રમ્પે કહ્યુ છે કે થોડાક સમય પહેલાજ તેઓ કહ્યુ હતુ કે ઘાતક હથિયારોનો ઉપયોગ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. તેમણે કહ્યુ હતુ કે અમેરિકાની સેનાને સીરિયાના પ્રમુખ બસર અલ અસદના રસાયણિક હથિયારો સાથે સંબંધિત અડ્ડાને ટાર્ગેટ બનાવીને હુમલા કરવા માટે તેઓએ આદેશ આપ્યા હતા. આ આદેશના ભાગરૂપે સીરિયાના કેમિકલ હથિયારોના અડ્ડા પર હુમલા કરવામાં આવી રહ્યા છે. હુમલા અંગે માહિતી આપતા ટ્રમ્પે કહ્યુ હતુ કે ફ્રાન્સ અને બ્રિટનની સેના સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યુ છે. અમે બન્ને દેશોનો પણ આભાર માનીએ છીએ. આ નરસંહાર આ ભયાનક સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવેલા કેમિકલ હથિયારોની પ્રવૃતિમાં મોટો વધારો છે. ટ્રમ્પે સીરિયાના પ્રમુખ અસદ પર પ્રહારો કરતા કહ્યુ છે કે આ કોઇ માનવીની હરકત હોઇ શકે નહી. આ એક શૈતાનની માનવીની સામે કરવામાં આવેલી હરકત છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે આ હુમલા પાછળ અમારો હેતુ રસાયણિક હુમલા કરવા, આવા હથિયારો રાખવા અને પ્રયોગ કરનાર લોકો સામે ચેતવણી છે. ટ્‌મ્પે કહ્યુ છે કે રસાયણિક હથિયારોના પ્રયોગ અને નિર્માણ બન્નેને રોકવા માટે અમેરિકા કટિબદ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બ્રિટન અને ફ્રાન્સના સહયોગ અને સહમતીના આધાર પર આ હુમલા કરવામાં આવ્યા છે. આ લશ્કરી કાર્યવાહી હાલમાં જારી રાખવામાં આવશે તેવી ઘોષણા પણ ટ્રમ્પે કરી છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે રશિયા સીરિયાને રસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાથી રોકવામાં નિષ્ફળ રહ્યુ છે. અત્રે નોંધનીય છે કે સિરિયામાં હાલમાં જ કેમિકલ હુમલો કરવામાં આવ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સિરિયાના પ્રમુખ અશદથી ખુબ જ નારાજ હતા. અશદને એક પ્રાણી તરીકે ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પે તેમને જારદાર ધમકી આપી હતી. કિંમત ચુકવવા માટે તૈયાર રહેવા પણ કહ્યું હતુ. અમેરીકાએ આઈએસથી મુÂક્ત અપાવવામાં મોટુ કામ કર્યું છે. થોડાક દિવસ પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે, તે સિરિયાથી પોતાના જવાનોને પરત ખેંચવા માંગે છે. ગયા સપ્તાહમાં જ ડોમામાં કેમિકલ હુમલો કરાતા ૮૦ લોકોના મોત થઇ ગયા હતા.અમેરિકાએ ફ્રાન્સ અને બ્રિટનની સાથે મળીને આજે હવાઇ હુમલા કરી દીધા બાદ આનાથી રોકાણકારો દહેશતમાં મુકાયા હતા. જેથી તેલ કિંમતો ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટીએ પહોંચી હતી. સપ્લાયને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે સિરિયામાં કોઇપણ સમયે મિસાઇલ હુમલા કરવામાં આવશે તેવી વાત કરીને હાલમાં જ મિસાઇલ ઝીંકવા માટેના સંકેતો આપી દીધા હતા. બળવાખોરો ઉપર રસાયણ હુમલા કરવામાં આવ્યા બાદ સિરિયન પ્રમુખને ટેકો આપવા બદલ રશિયાની પણ ટ્રમ્પે ઝાટકણી કાઢી હતી. સીરિયામાં રક્તપાતનો દોર જારદારરીતે જારી રહ્યો છે. કેમિકલ હુમલો કરવામાં આવ્યા બાદ સીરિયાના લશ્કરી વિમાનમથક પર મિસાઇલ હુમલો કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા. ગયા સપ્તાહમાં સીરિયાના પૂર્વીય ઘોઉતામાં રસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૮૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. કેમિકલ હુમલા બાદ તૈફુર વિમાનીમથક પર કેટલીક મિસાઇલો ઝીંકવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY