નર્મદા ના ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાતમંદ બીમાર મહિલાને એક પોલીસ જવાને લોહી આપી જીવન બક્ષયું 

0
24

નર્મદા પોલીસ વડા સહીત વારંવાર પોલીસ જવાનો પણ જરીરિયાતમંદ ગરીબ દર્દીઓ ને આ રીતે લોહી આપી નવું જીવન આપે છે ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનુન સૂત્ર સાચા અર્થ માં અહીં સાર્થક થાય છે

રાજપીપલા: નર્મદા પોલીસ વારંવાર લોહીની જરૂરિયાત વાળા દર્દીઓ માટે પોતાનું મેચ થતું લોહી આપવા તૈયાર હોય છે જેમાં અગાઉ નર્મદા જિલ્લા પોલીસ વડા સહીત જવાનો એ આ બાબતે ઘણા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ ને લોહી આપી ઉત્તમ સેવા કાર્ય કર્યા છે ત્યારે આજે નાના રાયપુર ગામની એક આદિવાસી ગરીબ મહિલા પાર્વતીબેન ઈશ્વરભાઈ  વલવી રાજપીપલા ની એક ખાનગી હોસ્પિટલ માં દાખલ હોય અમને તાત્કાલિક લોહીની જરૂર પડતા નર્મદા પોલીસ માં ફરજ બજાવતા પો.કો.અને આદિવાસી સમાજના આગેવાન એવા અલ્પેશભાઈ વસાવાને આ બાબતની જાણ થતાંજ તુરત હોસ્પિટલ માં પોહચી આ મહિલા ને લોહી આપી એક માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું ત્યારે એમ લાગ્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે એ શુત્ર અહીં સાચા અર્થમાં સાર્થક થતું જોવા માંડ્યું હતું અલ્પેશભાઈ પોતાના આદિવાસી સમાજ અને કોઈપણ સેવા કાર્ય માટે હંમેશા દોડતા જોવા મળે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY