એક દિવસ પહેલાં આજીજી કરી બાદમાં પાકે સિઝફાયર કર્યું,જવાન સહિત પાંચ ઘાયલ

0
8

અરનિયા સેકટરમાં ફરી પાકિસ્તાન દ્વારા ફાયરિંગ
ન્યુ દિલ્હી,તા.૨૧
જમ્મુ-કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ડબલ ગેમ રમાઇ રહી છે. બીએસએફની જવાબી કાર્યવાહીથી બેકફૂટ પર આવીને ભારતને ફાયરિંગ બંધ કરવાની અપીલ કરનારા પાકિસ્તાની રેન્જર્સે ૨૪ કલાકથી પણ ઓછા સમયની અંદર પોતોનો રંગ બતાવી દીધો, રવિવારે રાત્રે પાકિસ્તાને ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર ફેંકવાનું શરૂ કરી દીધું હતું.
બીએસએફના સુત્રો અનુસાર, પાકિસ્તાની સેનાએ રવિવારે મોડીરાત્રે જમ્મુ-કાશ્મીરના અરનિયા, રામગઢ અને ચામલિયાલમાં બીએસએફ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં મોર્ટાર પણ ફોડવામાં આવ્યા હતા.
આ પહેલા રવિવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘન પર ભારતની જવાબી કાર્યવાહી રોકવા વિનંતી કરી હતી. બીએસએફે રવિવારે દાવો કર્યો કે તેમણે પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ કરી દીધી છે. જેમાં દુશ્મનના અનેક રેન્જર્સ માર્યા ગયા છે. બીએસએફે તેનો વીડિયો પણ જાહેર કર્યો છે. પાકિસ્તાન તરફથી શુક્રવારે કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો. ચાર નાગરિકોના પણ મોત થયા હતા.
બીએસએફે ભારતીય સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ થતી જાવા મળી રહી છે. પાકિસ્તાન રેન્જર્સ પણ માર્યા ગયા છે.
પાકિસ્તાને શુક્રવારે ભારત પર ઉલટું સીઝફાયર વાયોલેશનનો આરોપ લગાવ્યો હતો. તેણે ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને બોલીવીને વાંધો વ્યક્ત કર્યો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY