મેલાનિયા સાથે ઝઘડો બન્યુ મુખ્ય કારણ
વોશિંગ્ટન,તા.૧૫
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મીરા રિકાર્ડેલને બુધવારે વ્હાઈટ હાઉસનો દરવાજા દેખાડી દેવામાં આવ્યો છે. તેના એક દિવસ પહેલા જ અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે મીરા રિકાર્ડેલની હકાલપટ્ટીની અપીલ કરી હતી. મંગળવારે મેલેનિયા ટ્રમ્પના પ્રવક્તા સ્ટેફની ગ્રીશમે એક નિવેદનમાં કહ્યું છે કે ફર્સ્ટ લેડીના કાર્યાલયનું માનવું છે કે નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મીરા રિકાર્ડેલ હવે વ્હાઈટ હાઉસમાં કામ કરવા માટેનું સમ્માન મેળવવા માટે યોગ્ય નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે મીરા રિકાર્ડેલ રાષ્ટ્રપ્રમુખ સાથે કામ કરતા રહેશે.
કારણ કે તેઓ વહીવટી તંત્રની અંદર એક નવી ભૂમિકા નિભાવવા માટે વ્હાઈટ હાઉસ છોડી રહ્યા છે. સેન્ડર્સે કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ અમેરિકાની જનતા માટે રિકાર્ડેલની નિરંતર સેવા અને તેમની રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાથમિકતા જાળવી રાખવા માટે આભારી છે. માનવામાં આવે છે કે મીરા રિકાર્ડેલનો ગત મહીને આફ્રિકાની મુલાકાત દરમિયાન અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે વિવાદ સર્જાયો હતો. વચગાળાની ચૂંટણી બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલો આ પહેલા ફેરફાર છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ પોતાના વહીવટી તંત્રમાં વધુ કેટલાક મોટા ફેરફાર કરવા સંદર્ભે કામગીરી કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




