પાકિસ્તાન પોતાના દેશને નથી સંભાળી શકતું તો કાશ્મીર શું સંભાળશે : રાજનાથસિંહ

0
174

આફ્રિદીના નિવેદન બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનો પલટવાર
કાશ્મીર ભારતનું હતું અને આગળ પણ ભારતનું જ રહેશે
ન્યુ દિલ્હી,તા.૧૫
કાશ્મીર અને પાકિસ્તાન પર પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીના નિવેદનને લઈને હંગામો મચ્યો છે. આ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તેમને (આફ્રિદી) વાત તો ઠીક કરી છે. તેઓ પાકિસ્તાન સંભાળી શકતા નથી તો કાશ્મીર શું સંભાળી શકશે? કાશ્મીર ભારતનો છે અને રહેશે.
વાસ્તવમાં શાહિદ આફ્રિદીનો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, “પાકિસ્તાનને કાશ્મીર જાઈતુ નથી. આ (પાકિસ્તાન)ના ચાર પ્રાંતને જ સંભાળી શકતુ નથી. સૌથી મોટી ચીજ છે માનવતા. લોકો અહીયા મરી રહ્યાં છે જે ખુબ જ દુઃખદ છે. કોઈપણ સમુદાયમાં કોઈની પણ મોત થાય છે તો તે ખુબ જ દુઃખદ છે.
આફ્રિદીની ટિપ્પણી કાશ્મીર પર પાકિસ્તાનની આધિકારિક નીતિથી અલગ છે. વિવાદ વધ્યા બાદ ક્રિકેટરે સફાઈ આપી. તેમને કહ્યું કે, તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામા આવી રહ્યું છે. આફ્રિદીએ કહ્યું, ભારત મીડિયા મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. હું મારા દેશને લઈને ભાવૂક છુ અને કાશ્મીરિયોના સંઘર્ષને ખુબ જ મહત્વ આપુ છું. માનવતા બચી રહેવી જાઈએ અને તેમને તેમનો હક્ક મળવો જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY