અમેરિકાથી વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર ગૂમ થતા પરિવારે નોંધાવી ફરિયાદ

0
11

વડોદરા,તા.૨૮
અમેરિકાથી વડોદરા આવેલા વડોદરા ક્રિકેટ એસોસિએશનનાં પૂર્વ ક્રિકેટર અને એનઆરઆઈ મિત્તલ સરૈયા ગૂમ થયા છે. મિત્તલ સરૈયા મંગળવારે બપોરે કારેલીબાગમાં આવેલી એક ખાનગી બેંક પાસેથી ગૂમ થયા છે. તેઓ અમેરિકાથી કાકાનાં ખબર કાઢવા વડોદરા આવ્યા હતા. તેમના ગૂમ થયાની જાણ થતા જ પરિવારજનો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વડોદરાથી અમેરિકામાં સ્થાયી થયેલા ૫૧ વર્ષિય મિત્તલ સરૈયા એક સમયે વડોદરા વતીથી ક્રિકેટ રમતા હતા. તેઓ એક સમયે બરોડા ક્રિકેટ એસોસિએશનનાં સંભવિત ક્રિકેટર હતા.
લગભગ એક દાયકા બાદ અમેરિકાથી તેઓ હોસ્પિટલમાં દાખલ કાકાનાં ખબર પુછવા વડોદરા આવ્યા હતા. મંગળવારે બપોરે તેઓ આર્મપાલી કામ્પલેક્સ સ્થિત ખાનગી બેકમાં કામથી ગયા હતા. બેંકમાં પાસપોર્ટની નકલ માંગ્યા બાદ તેઓ ઘર તરફ આવવા નીકળ્યા હતા, પરંતુ ઘરે પહોંચ્યા નહોતા. ઘણા કલાકો વિત્યા બાદ પણ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા નહીં ત્યારે પરિવાર ચિંતિત થયો હતો અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
બેંકનાં સીસીટીવીમાં મિત્તલ સવૈયા જાવા મળ્યા હતા. તેઓ શનિવારનાં રોજ અમેરિકા જવાના હતા. પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજનાં આધારે તેમની શોધખોળ કરી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY