ડુંગરપુર,તા.૨૮
લોકતંત્રની અસલ કમાન જનતાના હાથમાં હોય છે. આ ખાલી કહેવા પૂરતું નથી પરંતુ આ હકીકત પણ સાબિત થઈ છે. જા જનતા પોતાના પર આવી જાયને તો મોટા મોટા નેતા પણ પોતાનું નાક ઘસવા મજબૂર થઈ જાય. જી હા, આવી જ ઘટના રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં જાવા મળી. અહીં ભેમઈ-ઝોંસવા ક્ષેત્રમાં એક કોંગ્રેસ નેતાને લોકોની સામે જમીન પર નાક ઘસીને માફી માંગવી પડી.
હકીકતમાં, મંગળવારે ડુંગરપુરમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભગવતીલાલ રોત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની સભાથી પાછા ફરી રહ્યાં હતાં. મીડિયા રિપોટ્ર્સ મુજબ ભેમઈ ગામથી પસાર થતી વખતે રસ્તા કિનારે ચાર લોકો પર તેમની ગાડીથી કીચડ ઉછળ્યો હતો.
ત્યાર બાદ તેમણે બાઈકથી પીછો કરીને ભગવતીલાલ રોતને ઝોંસાવા ગામ પાસે રોકી લીધા. આ દરમ્યાન મોટો હંગામો થયો અને રોતને માફી માંગવા માટે મજબૂર કર્યા. જા કે આ દરમ્યાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગાં થયા હતા અને માફી ઉપરાંત તેમને જમીન પર નાક રગડવા માટે મજબૂર કર્યા હતા. પૂર્વ જિલ્લા પ્રમુખને રીતસર જમીન પર નાક ઘસીને માફી માંગવી પડી હતી.
આ સમગ્ર હંગામાને લોકોએ મોબાઈલથી વીડિયો પણ બનાવ્યો હતો અને જાત જાતામાં વાયરલ પણ થઈ ગયો હતો. કોંગ્રેસ નેતાની ગાડી પર લાગેલી નંબર પ્લેટ (ઇત્ન ૨૭ ેંછ ૮૧૦૩)ની આજુબાજુ તમામ રાજકીય બાયોડેટા પણ લાગેલો હતો. જેમાં પ્રતિપક્ષ જિલ્લા પરિષદ અને પૂર્વ જિલ્લા પ્રમુખ ડુંગરપુર અલગ કલરથી લખેલું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





