ગુજરાતમાં ટાટા નેનો કાર નિષ્ફળ, નીતિન પટેલે ગૃહમાં સ્વીકાર્યું

0
66

ગાંધીનગર,
તા.૨૩/૦૩/૨૦૧૮

ટાટા નેનો કારની ટેકનોલોજી નિષ્ફળ ગઇ હોવાનો નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે ગૃહમાં સ્વીકાર કર્યો છે. ટાટા નેનોને ૫૮૨ કરોડની લોન સરકારે ઓછા વ્યાજે આપી છે. પરંતુ નેનોનું મોડલ ન ચાલ્યું હોવાનું નીતિન પટેલે સ્વીકાર્યું છે.

ટાટા નેનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યા બાદ અનેક ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા અને રોજગારી મળી રહી હોવાનો સરકારે ગૃહમાં દાવો કર્યો હતો.નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટર ઉદ્યોગ પાંગર્યો છે. દુનિયામાં રોજગારીનું સૌથી મોટું મોટર ઉદ્યોગ સેક્ટર છે. નરેન્દ્ર મોદીએ સાહસ કરી નેનો પ્લાન્ટ ગુજરાત લાવ્યા હતા. તે સમયે પશ્ચિમ બંગાળમાં વિરોધ થયો હતો. ગુજરાત સિવાય કર્ણાટક અને મહારાષ્ટએ પણ ઓફર કરી હતી..ટાટાનું નામ દેશમાં નહિ દુનિયામાં મોટું છે પણ કમનસીબે મોડલ નિષ્ફળ ગયું. જાકે નેનો બાદ હીરો હોન્ડા અને સુઝુકી જેવી મોટર કંપનીઓ ગુજરાતમાં આવી છે. મહેસાણા અને માંડલ જેવા વિસ્તારો વિકસ્યા છે. ૫ લાખ જેટલા વાહનો ગુજરાતમાં બને છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY