વોર્ડ નંબર ૮ના એસ.આઈ. દ્રારા સફાઈ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન બાબતે ઉશ્કેરાયેલા સફાઈ કર્મીઓ દ્વારા મુખ્ય અધિકારીને રજૂઆત

0
436

જો વહેલી તકે સેનેટરી ઈન્સ્પેક્ટરની બદલી નહીં કરવામાં આવે તો એક મહિલા સફાઈ કર્મચારી દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી..

ભરૂચ:

આજ રોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નં ૭ સફાઈકમદારોનો ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની સમક્ષ વૉર્ડ નં ૭ ના સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગ સાથે રજૂઆતો કરી હતી.
અને જો અમારી રજૂઆતો ધ્યાનમાં લઈને બદલી નહીં કરવામાં આવે તો શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. સફાઈકર્મીઓના જણાવ્યાં અનુસાર નગર પાલિકાના વોર્ડ નંબર ૭ માં કામ કરતાં સફાઈ કર્મચારીઓએ મુખ્ય અધિકારીને રજૂઆતો કરી હતી કે અમારા વોર્ડના સેનેટરી ઈન્સ્પેક્ટર ભૂમિ સેવક દ્રારા સફાઈ કર્મચારીઓને વગર વાંકે નાની નાની વાતે ગમે તેમ બોલી જેમતેમ વર્તન કરતા અને કાયમ ખોટી રીતે હેરાન કરતા હોય છેના આક્ષેપ સાથેસમસ્ત વાલ્મીકિ સમાજના પ્રમુખ કિરણ સોલંકી સાથે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની પાસે રજૂઆતો કરી હતી.અને અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો સફાઈ કર્મચારી મીનાક્ષી સોલંકીએ આત્મ વિલોપનની પણ ચિમકી ઉચ્ચારી હતી.જે અંગે નગર પાલિકાના મુખ્ય અધિકારીએ સફાઈ કર્મીઓને સાંભળી ઘટતું કરવાની બાહેધરી આપી છે.
જ્યારે આ અંગે વોર્ડ નંબર ૭ ના સેનેટરી ઈન્સ્પેક્ટર ભૂમી સેવકનો જંગ એ ગુજરાતના રિપોર્ટર દ્રારા ટેલિફોનિક વાત ચીત કરતાં તેવો દ્રારા જણાવવામાં આવ્યું હતું કે સફાઈ કર્મીઓની સવારે ૭ થી ૧૧ સુધી નોકરી હોઈ છે. પરંતુ સફાઈ કર્મીઓ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતાં નથી અને સમય પહેલાં ઘરે જતા રહે છે. જ્યારે હું વિઝીટ માં જવ છું ત્યારે મળી પણ આવતાં નથી જેથી મેં તેમની હાજરી નહીં પુરવાના કહેતા જેના લીધે સફાઈકર્મીઓ મારા વિરૂધ્ધ રજૂઆતો કરેલ હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટર : પ્રકાશ મેકવાન, ભરૂચ.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY